liveLIVE NOW

મમતાના પ્રતિનિધી તરીકે પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી હાર્દિકના ઘરે પહોંચ્યા

પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ)કન્વીનર હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. ત્યારે આજે રવિવારે હાર્દિકના ઉપવાસનો બીજો દિવસ છે

 • News18 Gujarati
 • | August 26, 2018, 17:12 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 YEARS AGO

  હાઇલાઇટ્સ

  17:2 (IST)
  પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યા. મમતા બેનર્જીના પ્રતિનિધિ તરીકે આવ્યા ત્રિવેદી, મતા બેનર્જીએ મોકલાવેલ રાખડી હાર્દિક પટેલને બાંધી

  12:1 (IST)
  સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો. પ્રતિક પટેલ આજે બપોરના સમયે હાર્દિક પટેલના ચેકઅપ માટે આવ્યા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, "પ્રોટોકોલ પ્રમાણે ઉપવાસ ઉપર રહેલા હાર્દિક પટેલનું બે ટાઇમ મેડિકલ ચેકઅપ કરવાનું હોય છે. જેના ભાગરૂપે હું આવ્યો છું. તેમનું બીપી, સુગર લેવલ, પલ્સ બધું સામાન્ય છે. જોકે, તેમની સ્થિતિને જોતા એવું લાગે છે કે, સાંજ સુધીમાં તેમનું બીપી ઘટી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, લીંબુ સરબત પીવાની સલાહ પણ આપી છે."


  10:56 (IST)
  હાર્દિક પટેલની બહેન મોનિકા સવારે 10 વાગ્યા બાદ ગ્રીનવુડ રિસોર્ટ પહોંચી હતી. જ્યા તેણે વીરા હાર્દિક પટેલને રાખડી બાંધી હતી. સાથે સાથે મોનિકાએ અન્ય પાટીદાર ભાઇઓને પણ રાખડી બાંધી હતી. મોનિકાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોના દેવા માફી ન થાય અને પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી મારા ભાઇને લડવાની ભગવાન તાકાત આપે.  આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, પાટીદારની અન્ય દીકરીઓ ભાઇ હાર્દિકને રાખડી બાંધવા આવે તેને રોકવામાં ન આવે એવી અપીલ કરું છું.  આજે લગ્ન પછીની મારી પહેલી રક્ષાબંધન છે. મને એ વાતનું દુઃખ છે કે, મારા ભાઇએ મોઢું મીઠું કર્યુ નથી. જોકે, ઉપવાસના કારણે મારા ભાઇએ મોંઢુ મીઠું કર્યું નથી. 


  9:30 (IST)
  અમદાવાદમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો બીજો દિવસ છે ત્યારે વિપક્ષના નેતાઓ હાર્દિકના સમર્થનમાં આવી રહ્યા છે. ત્યારે તેનો પડઘો અન્ય રાજ્યોની સરકારમાં પણ પડી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિકના ઉપવાસના સમર્થનમાં પશ્વિમ બંગાળ સરકારનું ડેલિગેશન આવશે. સીએમ મમતા બેનર્જીના ડેલિગેશન તરીકે દિનેશ ત્રિવેદશી સહિત ચાર સાંસદો હાર્દિકની મલુકાત લેશે.


  8:59 (IST)
  આજે રક્ષાબંધન હોવાથી પાટીદાર બહેનો હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે આવી રહી છે. ત્યારે આવી જ એક પાટીદાર બહેન દ્વારા અપીલ કરવામાં આવી છે કે, "આપણો ભાઇ ભુખ્યો છે તો મોટી સંખ્યામાં પાટીદાર બહેનો અહીં આવે અને હાર્દિકને સમર્થન આપે"


  8:56 (IST)
  શનિવારની જેમ જ રવિવારે પણ પોલીસ વાહન ચાલકોને તપાસીને જ આગળ જવા દે છે. સાથે સાથે ગ્રીનવુડ રિસોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ગ્રીનવુડ રિસોર્ટમાં અંદર જતી તમામ ગાડીઓને અંદર જતા રોકવામાં આવી રહી છે. શા માટે અંદર જવું છે એ અંગે પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહ્યા છે. 


  8:46 (IST)

  મળતી માહિતી પ્રમાણે શનિવારની મોડી રાત્રે હાર્દિક પટેલના ઉપવાસ સ્થળે ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે હાર્દિક પટેલના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. 


  8:42 (IST)
  હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ધ્યાનમાં રાખી અને રક્ષાબંધનના પવિત્ર તહેવા ઉપર અનઇચ્છનિય બનાવ ન બને તે માટે આજે રવિવારથી અમદાવાદ શહેરમાં 60 દિવસ માટે 144ની કલમ લાગુ કરાઇ છે. જેમાં 4 માણસથી વધુ કોઇ વ્યક્તિ ભેગા થઇ શકશે નથી. સરકાર દ્વારા ઉપવાસ આંદોલનને લઇને તખ્તો તૈયાર કરાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

  8:38 (IST)
  સાથે સાથે આજે રવિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે વીરા હાર્દિકને રાખડી બાંધવા માટે પાટીદાર બહેનો ધીમે ધીમે આવવા લાગી છે. વહેલી સવારથી પાટીદાર બહેનો હાર્દિકને રાખડી બાંધવા આવી રહી છે. તો હાર્દિકની બહેન મોનિકા પણ આશરે 10 વાગ્યાની આસપાસ રાખડી બાંધવા આવશે.


  20:30 (IST)
  આવતી કાલે એટલે કે રવિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે હાર્દિક પટેલની બહેન ભાઇની રક્ષા માટે રાખડી બાંધવા માટે ગ્રીનવુડ રિસોર્ટ જશે. બહેન મોનિકા રવિવારે સવારે આશરે 9 વાગ્યાની આસપાસ ભાઇ હાર્દિકને રાખડી બાંધવા માટે ગ્રીનવુડ રિસોર્ટ જશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની કેટલીક બહેનો પણ હાર્દિક પટેલની રક્ષા માટે  રાંખડી બાંધા પહોંચી જશે.

  પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ)કન્વીનર હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. ત્યારે આજે રવિવારે હાર્દિકના ઉપવાસનો બીજો દિવસ છે. આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ પણ છે જેથી હાર્દિકની બહેન મોનિકા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આવનારી છે. . જોકે, વહેલી સવારથી પાટીદાર બહેનોએ હાર્દિક પટેલેને રાખડી બાંધવાનું શરુ કરી દીધું. હાર્દિક પટેલે હજારો સમર્થકો ઉપવાસમાં જોડાવાની વાત કરી હતી ત્યારે પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી હતી. માત્ર ગણી શકાય એટલા જ સમર્થકો હાર્દિકના ઉપવામાં જોડાયા હતા.

  હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તેવી માંગ સાથે આજથી આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. હાર્દિક પટેલ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા ગ્રીનવુડ રિસોર્ટમાં પોતાના નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો છે. તો નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. માત્ર રાજકીય નેતાઓ સિવાય ગ્રીનવુડ રિસોર્ટમાં કોઇને જવા દેવામાં ન્હોતા આવ્યા. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇને રાજકીય નેતાઓના આરોપ અને પ્રત્યારોપનો પણ સિલસિલો ચાલ્યો હતો.

  બીજી તરફ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં પાસના કાર્યકર્તાઓ સહિત પાટીદાર સમજાના અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા હતા. બીજી તરફ રાજકીય નેતાઓ પણ હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા હતા. દલિત નેતા અને ધારાસભ્ય એવા જીજ્ઞેશ મેવાણી હોય કે, કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો હોય આવા તમામ નેતાઓ હાર્દિકના ઉપવાસને લઇને પોતાનું સમર્થન આપ્યું હતું.

  સાથે સાથે હાર્દિક પટેલના ખાસ એવા દિનેશ બાંભણિયાની પોલીસે અટકાયત કરી હતી. તો આંદલનને નબળું પાડવા માટે પોલીસ કાર્યકર્તાઓને અટકાવી રહી છે, રોકી રહી છે એવા પાસના કાર્યકર્તાઓના આરોપો પણ લાગ્યા હતા. હાર્દિકના આમરણાંત ઉપવાસ આંદોલન અંગે ટિપ્પણી કરતા ગુજરાત બીજેપી પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક અસામાજીક તત્વો સામાજીક નામે રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિકનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમુક લોકો કોંગ્રેસનો હાથ બનીને રાજ્યની શાંતિને ડહોળી રહ્યા છે.

  સાથે સાથે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ સ્થળોએથી 16,000 જેટલા પાટીદાર લોકોની અટકાયત કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેના જવાબમાં એડિશનલ ડીજીપીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 251 લોકોની અટકાયત કરવામાં આવી છે.

  હાર્દિક પટેલના ઉપવાસને લઇને દિવસભર પોલીસ દોડતી રહી હતી. હાર્દિકના સમર્થનમાં આવતા લોકોને અટકાયત કરવામાં આવી રહી હતી જ્યારે બીજી તરફ રાજકીય નેતાઓ પણ હાર્દિક પટેલના સમર્થનમાં આવી રહ્યા હતા. શનિવારનો દિવસ ગુજરાતમાં એક અજંપાભરી શાંતિ જેવો માહોલ સર્જાયેલો હતો. દિવસના અંતે રાજ્યમાં કોઇ અનઇચ્છનિય ઘટના ન્હોતી બની. રવિવારે સવારે હાર્દિક પટેલની બહેન હાર્દિકને રાખડી બાંધવા માટે ગ્રીનવુડ રિસોર્ટ જવાની છે. સાથે સાથે પાટીદાર બહેનો પણ હાર્દિકની રક્ષા માટે રાખડી બાંધવા જશે.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन