Home /News /madhya-gujarat /ખળભળાટ મચાવનાર નકલી ઇન્જેક્શનના કૌભાંડમાં પાંચ લોકો સામે નોંધાયો ગુનો, જાણો કોણ છે આ લોકો?

ખળભળાટ મચાવનાર નકલી ઇન્જેક્શનના કૌભાંડમાં પાંચ લોકો સામે નોંધાયો ગુનો, જાણો કોણ છે આ લોકો?

પોલીસે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ: ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે  (Food And Drug Department) તાજેતરમાં નકલી ઇન્જેક્શનનું  (Tocilizumab injections )રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. તે મામલે હવે તપાસ કર્યા બાદ પાંચ લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામા આવી છે. પોલીસનું કહેવું છે, કે હાલ પ્રાથમિક પુરાવાના આધારે આ ગુનો નોંધવામાં આવ્યો છે. ફૂડ ઇન્સ્પેકટર તપન ચુડાસમાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

નકલી ટોસિલિજુમેબ  ઇન્જેક્શનના વેચાણ થતા હોવાનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયો હતો. આ ખુલાસો  થતા જ આ દુકાનો બંધ થઈ ગઈ હતી. 400 મિલિગ્રામના ઇન્જેક્શનનું સુરતથી વેચાણ થયું હોવાનું આ કૌભાંડ હતું. આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનો દાવો ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો છે. અમદાવાદમાં ખાનગી તબીબના ત્યાં દાખલ થયેલા દર્દીને આ ઇન્જેક્શન અપાયું હતું. દર્દીના સગાને ગુણવત્તા બાબતે શંકા જતા ફરિયાદ કરી હતી.

અમદાવાદના સબરમતીની મા ફાર્મસીના આશિષ શાહ દ્વારા રોકડેથી 1.35 લાખમાં ખરીદવામાં આવ્યા હતા. તેઓ પાસે આ દવાનો કોઇ જથ્થો મળી આવ્યો ન હતો. પરંતુ તેઓએ આ ઇન્‍જેક્શન ચાંદખેડાના હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી વગર બીલે રોકડેથી 80,000 માં 4 બોક્ષ ખરીદ્યા હતા. જે પૈકી 3 બોક્ષ મા ફાર્મસીને આપ્યા હતા અને 1 બોક્ષ પાછળથી ખબર પડતા નાશ કર્યા હતા અને તંત્ર દ્વારા હર્ષ ભરતભાઇ ઠાકોરની પૂછપરછ કરતાં તેઓ આ ઇન્‍જેક્શનના પાલડી હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના  નિલેશ લાલીવાલા પાસેથી વગર બીલે 70 હજારમાં ખરીદ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો - ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ઇન્જેક્શન કૌભાંડના માસ્ટર માઇન્ડનો અભ્યાસ જાણી તમે ચોંકી જશો

આ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા બાદ તમામ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. વસ્ત્રાપુર પોલીસના જણાવ્યા મુજબ આ ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અધિકારી તરફથી આપવામાં આવી છે. જેમાં આશિષ શાહ, અક્ષય શાહ, હર્ષ ઠાકોર, નિલેશ લાલીવાલા, સુરતના સોહેલ તાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ જુઓ - 
" isDesktop="true" id="1001300" >

વસ્ત્રાપુર પોલીસનું જણાવવું છે કે, આ ફરિયાદ IPC 308 406, 276, 120 b, તથા ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ 1940ની કલમ 18 (a) (c),  27 મુજબ શોધવામાં આવી છે. આરોપીઓને પ્રાથમિક પૂછપરછ બાદ જવા દેવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુનો નોંધાતા આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો - ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સનો દાવો, પ્રથમ ટ્રાયલ સફળ, વેક્સીન છે સુરક્ષિત
Published by:Kaushal Pancholi
First published:

Tags: Tocilizumab injection, અમદાવાદ, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन