'બર્ડ હિટ'થી સી પ્લેનને બચાવવા, રીવરફ્રંટ પર મૂકાઇ Zon ગન, જે કરશે ધડાકો

'બર્ડ હિટ'થી સી પ્લેનને બચાવવા, રીવરફ્રંટ પર મૂકાઇ Zon ગન, જે કરશે ધડાકો
સી-પ્લેન

સી પ્લેન સાથે 'બર્ડ હિટ'ની દુર્ધટના ન થાય તે માટે રીવરફ્રંટ પર પક્ષીઓને ઉડાડવા કરાયો આ નવતર પ્રયોગ. વિગતવાર વાંચો

  • Share this:
અમદાવાદ, દેશની સૌ પ્રથમ એવી સી પ્લેન સેવાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. જોકે અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટ પર સીપ્લેન ના ટેક ઓફ અને લેન્ડ માટે ખાસ વોટર એરડ્રમ બનાવવામાં આવ્યું. સાથે જ સી પ્લેન ટેક ઓફ અને લેન્ડ થાય તે સમયે આકાશમાં ઉડતા પક્ષીઓના કારણે પ્લેનના પાઇલટને મુશ્કેલી ના પડે અને બર્ડ હિટ ના થાય તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

નોંધનીય છે કે દેશનો આ પ્રથમ સી પ્લેન પ્રોજેક્ટ છે. જેના આરંભ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા થી સી પ્લેન સેવાનો પ્રારંભ કરી કરાવ્યો છે. તેઓ આ સી પ્લેનામાં બેસીને કેવડીયાથી અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે સી પ્લેનમાં ઉતરાણ વખતે બર્ડ હિટ ના થાય તે માટે અમદાવાદ રીવર ફ્રન્ટ પર અલગ અલગ જગ્યાએ એરપોર્ટના કર્મચારીઓ નો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો. આ સ્ટાફ દ્વારા અમુક સમયના અંતરે બૉમ્બ અને રોકેટ ફોડી પક્ષીઓ ને ઉડાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. આ ઉપરાંત ધડાકા જેવો અવાજ કરવા ઝોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આમ કરીને પક્ષીઓને અહીંથી ઉડાવવામાં આવ્યા હતા.વધુ વાંચો : વેજિટેરિયન ફૂડ ખાઇને હિરો જેવી બોડી બનાવવા માંગો છો, તો મસલ્સ ગ્રોથ માટે આ ફૂડ છે બેસ્ટ

અમદાવાદના રીવર ફ્રન્ટ પર બંને સાઈડમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારે ગેસ સિલિન્ડર સાથે ઝોન ગન ગોઠવવામાં આવી હતી. જેમાં ટાઇમર પણ સેટ કરવામાં આવ્યુ હતું. જેમાંથી એક ચોક્કસ સમયના અંતરે બૉમ્બ ફૂટે એવો ધડાકો થતો હતો. જેના કારણે ત્યાં આસપાસ બેસેલા પક્ષી ડરીને દૂર જતા રહેતા હતા. વધુમાં આવી જ રીતે ઝોન ગનની સાથે 555 બૉમ્બ તથા રોકેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. વળી હવે જ્યારે કાયમી ધોરણે સી પ્લેન સેવા શરૂ થઈ રહી છે ત્યારે પક્ષીઓને ઉડાડવા અને તેમને રીવર ફ્રન્ટથી દુર રાખવા કાયમી ધોરણે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.મહત્વનું છે કે અમદાવાદથી કેવડિયા કોલોની જવા માટે દિવસ દરમિયાન સી પ્લેનની ચાર ટ્રીપ થવાની છે. આ સેવાનો વિધિવત રીતે પ્રધાનમંત્રીએ આજે પ્રારંભ તો કરવી દીધો છે પણ 3 નવેમ્બરથી આ ફ્લાઇટ માટે ઓનલાઇન બુકિંગ શરૂ થશે. જે પછી કોઇ પણ આ સી પ્લેનની યાદગાર સફર માણી શકશે.
Published by:Chaitali Shukla
First published:October 31, 2020, 18:04 pm

ટૉપ ન્યૂઝ