વસ્ત્રાપુર પોલીસે (Vastrapur police)કીર્તિ પટેલ (Kirti Patel)સહિત બે લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો
Kirti Patel News - પોલીસે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય આરોપી ભરત ભરવાડને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે
અમદાવાદ : વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની (Kirti Patel Arrest)વધુ એક વખત પોલીસે ધરપકડ કરી છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા (social media)પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે (Vastrapur police)કીર્તિ પટેલ (Kirti Patel)સહિત બે લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.
સુરત અને બાદમાં સેટેલાઈટ ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં એક મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિવાદિત ટીકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી
કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી. જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ થતાં હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય આરોપી ભરત ભરવાડને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મહત્વ ની બાબત તો એ છે કે આ અંગે કીર્તિ પટેલ એ કહ્યું છે કે આ બનાવ અંગે તે કઈ જાણતી નથી. જ્યારે સેટેલાઈટના કેસ માં બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હોવાનું તેણે કહ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર