Home /News /madhya-gujarat /

અમદાવાદ : સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ કીર્તિ પટેલથી હવે પોલીસ પણ ત્રાસી ગઈ, જાણો શુ કર્યો નવો કાંડ?

અમદાવાદ : સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ કીર્તિ પટેલથી હવે પોલીસ પણ ત્રાસી ગઈ, જાણો શુ કર્યો નવો કાંડ?

ટીકટોક ગર્લ કિર્તી પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ટિકટોક ગર્લ (TikTok Girl) કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે, એક મહિલાએ વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી, આ પહેલા પણ સુરત અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ (Kirti Patel) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અગાઉ સુરત અને બાદમાં સેટેલાઈટ અને હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે. બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોસીયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હોવાનું ફરિયાદી મહિલાએ જણાવ્યું છે.

કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી હોવાનું વસ્ત્રાપુર પીઆઇ એસ.જી ખાભલાએ જણાવ્યું છે. મહત્વનું છે કે, અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોગુજરાતમાં બિટિશ PM બોરિસ બુલડોઝર પર શું ચઢ્યા, ટ્વિટર પર હોબાળો મચી ગયો

હાલ તો આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં ખરેખર કીર્તિ પટેલની ધરપકડ થાય છે કે પછી અગાઉના કેસની જેમ સમાધાન થાય છે તે જોવું રહ્યું.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad police, Kirti Patel, Social media, Social Media Star, Vastrapur, Vastrapur police, Vastrapur police station

આગામી સમાચાર