અમદાવાદ : ખાડિયા વિસ્તારમાં ફરજ બજાવતી પોલીસને આજે ખાડીયાના હિતેન મહારાજ દ્વારા સુરક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું. આ સાથે હનુમાન જયંતી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વિશેષ મંત્રોથી કરાયેલી રક્ષા પોટલી આ વિસ્તારમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓને બાંધવામાં આવી હતી.
આ અંગે મહારાજ નું કહેવું છે કે, આ કળિયુગમાં અને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપનાર હનુમાનજી સક્ષમ છે. તેથી જ આજે હનુમાન જયંતી નિમિત્તે તેમની સવારે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને વિશેષ મંત્રોચ્ચાર કરી આ રક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યા છે. જેને હાલ અમદાવાદમાં આવેલી પોલીસના હાથ પર બાંધવામાં આવી હતી. હનુમાનજી પોલીસ કર્મીઓની રક્ષા કરશે અને શહેરને કોરોના માંથી મુક્ત કશે તેવી આશા હિતેન મહારાજે વ્યક્ત કરી હતી..
આ કળિયુગમાં અને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપનાર હનુમાનજી સક્ષમ છે.
ભાજપના નેતા અને ખાડિયા વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમને જણાવ્યું હતું કે, બુધવારે હનુમાન જયંતિનાં દિને કોરોના વાયરસમાં લૉકડાઉન ચાલુ છે .આ સમયમાં પોતાની તથા પરિવારની સ્વાસ્થયની ચિંતા કર્યા સિવાય રાત દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીનાં સ્વાસ્થય તંદુરસ્ત રહે તે અંગે આચાર્ય હિતેન મહારાજ પૂજા અર્ચના કરી રક્ષા કવચ બાંધ્યું છે.
આ વીડિયો પણ જુઓ -
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર