અમદાવાદ : પોલીસે યુવાનોને ઘરમાં જવાનું કહેતાં પોલીસ પર પથ્થરોની વર્ષા થઇ


Updated: March 26, 2020, 4:11 PM IST
અમદાવાદ : પોલીસે યુવાનોને ઘરમાં જવાનું કહેતાં પોલીસ પર પથ્થરોની વર્ષા થઇ
પ્રતિકાત્મક તસવીર

lockdown હોવા છતાં શહેરમાં અનેક નાગરીકો એવા છે કે જે બિનજરૂરી બહાર નીકળી રહ્યા છે. જ્યારે પોલીસ તેઓને ઘરે જવા માટે સમજાવે છે ત્યારે તેઓ ઘર્ષણ પર ઉતરી આવે છે.

  • Share this:
અમદાવાદ : ભારત પર કોરોના વાયરસના સંક્રમણના વાયરસનો ભય ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસની એક ચેન તોડવા માટે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોક જાહેર કર્યું છે. જોકે lockdown હોવા છતાં શહેરમાં અનેક નાગરીકો એવા છે કે જે બિનજરૂરી બહાર નીકળી રહ્યા છે. જ્યારે પોલીસ તેઓને ઘરે જવા માટે સમજાવે છે ત્યારે તેઓ ઘર્ષણ પર ઉતરી આવે છે.

અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા સૂર્ય સથવારાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, ૨૫ માર્ચે રાહત સર્કલ પાસે એવો ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા હતા તે દરમિયાન સાંજના લગભગ પાંચ વાગ્યાની આસપાસ ડામર વાળી ચાલી પાસે ત્રણ યુવાનો જોરજોરથી બૂમો પાડતા હતા. એટલે સુરેશભાઈએ તેઓને બુમો ના પાડવાનું જણાવી અને lockdown હોવાથી ઘરમાં જતા રહેવા માટે કહ્યું હતું.

જોકે આ યુવાનોએ તરત જ સુરેશભાઈ પર છુટા પથ્થર મારવાની શરૂ કરી દીધું હતું. અને ફરિયાદી ને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. જોકે ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી, પરંતુ તોફાની યુવાનો ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે આ ત્રણેય યુવાનો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: March 26, 2020, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading