Home /News /madhya-gujarat /

અમદાવાદઃ રેલવે ટ્રેકના એંકર કાઢીને ફેંકી દેનારા આરોપીઓ ઝડપાયા, કારણ આપ્યું ચોંકાવનારું

અમદાવાદઃ રેલવે ટ્રેકના એંકર કાઢીને ફેંકી દેનારા આરોપીઓ ઝડપાયા, કારણ આપ્યું ચોંકાવનારું

પકડાયેલા આરોપીઓની તસવીર

Ahmedabad Crime News: મોરૈયા મટોડા રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકના (moraiya matoda railway station) એક બે નહીં પરંતુ 268 જેટલા એંકર ઉખેડીને આસપાસની જગ્યામાં ફેંકીને ગંભીર ગુનો આચરનાર આરોપીઓની રેલવે પોલીસે (Railway police) ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ મોરૈયા મટોડા રેલવે સ્ટેશન (Moraiya matoda railway station) નજીક રેલવે ટ્રેકના (Railway track) એંકર ઉખાડી ને ફેંકી દેવાના કિસ્સા માં પોલીસ એ ગણતરી ના દિવસો માં આરોપી ઓને પકડવામાં સફળતા મળી છે..આરોપીઓ નું આ ગુનો કરવા પાછળ નું કારણ પણ ચોંકાવનારું છે.

મોરૈયા મટોડા રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકના એક બે નહીં પરંતુ 268 જેટલા એંકર ઉખેડીને આસપાસની જગ્યામાં ફેંકીને ગંભીર ગુનો આચરનાર આરોપીઓની રેલવે પોલીસ એ ધરપકડ કરી છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી મેળવવાની લાલચમાં આ ગુનાને અંજામ આપ્યો છે. પોલીસ એ મટોડા ના રહેવાસી પ્રહલાદ મકવાણા, પરબતભાઇ ચુનારા અને સંદીપ મકવાણા નામના આરોપી ની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે આ રેલવે ટ્રેકની દેખરેખ રાખવા માટેનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. અને પ્રહલાદ નામનો આરોપી આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : સૂરજ ભુવાજી પર લાગ્યો દુષ્કર્મ અને ગર્ભપાત કરાવવાનો આરોપ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં પીધું ઝેર

અન્ય બે આરોપીઓ સંદીપ મકવાણા અને પરબતભાઇ ચુનારા કે જે પ્રહલાદના મિત્રો છે. અને તેઓ પ્રહલાદ પાસે સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી માટે આવ્યાં હતા. પરંતુ હાલ માં નોકરી માટે કોઈ જગ્યા ખાલી હતી નહિ.

આ પણ વાંચોઃ-ગોધરાઃ અડધી રાત્રે પુત્રએ લાકડાના ફટકા મારી માતાની કરી હત્યા, કારણ છે ચોંકાવનારું

તો બીજી તરફ પ્રહલાદ એ તેઓ ને જણાવ્યું હતું કે હાલ માં મટોડા રેલવે સ્ટેશન ગેટ નંબર 45 સીથી મોરૈયા રેલવે સ્ટેશન તરફ જવાના રેલવે ટ્રેક પર હાલ કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી. જો તમે આ ટ્રેક પર લાગેલ એન્કર ઉખાડી નાખો તો રેલવેના અધિકારીઓના ધ્યાનમાં આવે અને અહીં સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે. અને તમને નોકરીએ રાખવા માટેનો રસ્તો થઈ શકે.

જેથી આરોપીના કહેવાથી અન્ય બે આરોપીઓ પરબત ચુનારા અને સંદીપ મકવાણા એ હથોડા વડે 268 જેટલી એંકર કલીપો કાઢી નાખીને આસપાસaની ઝાડી ઝાંખરામાં નાંખી દીધી હતી. હાલમાં પોલીસ એ આ ત્રણેય આરોપી ઓની ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news, Railway police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन