Home /News /madhya-gujarat /

નોકરીની લાલચે અમદાવાદના ત્રણ યુવકો મલેશિયામાં ફસાયા, પરિવાર પાસે લાખો રૂપિયા વસુલ્યા

નોકરીની લાલચે અમદાવાદના ત્રણ યુવકો મલેશિયામાં ફસાયા, પરિવાર પાસે લાખો રૂપિયા વસુલ્યા

નોકરીની લાલચે અમદાવાદના ત્રણ યુવકો મલેશિયામાં ફસાયા (પ્રતિકાત્મક તસવીર)

ત્રણેય યુવકોને ત્યાંની પોલીસે મુક્ત કરાવ્યા હતા અને ભારત મોકલવાની તજવીજ શરૂ કરાઇ

અમદાવાદ : શહેરમાં રહેતા ત્રણ યુવકોને નોકરીની લાલચ આપી મલેશિયા બોલાવી ગોંધી રાખવામાં આવ્યા હતા. આ ત્રણ યુવકોના પરિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. વિદેશની પોલીસ સાથે કોમ્યુનિકેશન કર્યા બાદ આ ત્રણેય યુવકોને ત્યાંની પોલીસે મુક્ત કરાવ્યા હતા અને ભારત મોકલવાની તજવીજ શરૂ કરાઇ છે. તો બીજી તરફ આ ગેંગના સભ્યો નોકરી માટે બોલાવી છ મહિના બાદ ઓસ્ટ્રેલિયા લઈ જશે તેવી લાલચ આપી તેમના પરિવાર પાસે લાખો રૂપિયા વસુલ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે થોડા દિવસ પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદના રાયખડ વિસ્તારના ત્રણેક યુવકો મલેશિયા ગયા બાદ લાપતા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ ત્રણેય યુવકોને નોકરી આપવાની લાલચે ત્યાં બોલાવાયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેઓને નોકરી કરાવી છ મહિના બાદ ઓસ્ટ્રેલિયા લઈ જવાશે તેવી લાલચ આપવામાં આવી હતી. પણ થયું કઈક એવું કે આ ગેંગ દ્વારા આ યુવકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમના ઘરે ફોન કરી તેમની પાસેથી લાખો રૂપિયા વસુલવામાં આવ્યા હતા. લાખો રૂપિયા વસૂલીને પણ આ યુવકોને મુક્ત કરાયા ન હતા. જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મલેશિયા એમ્બેસી અને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ત્યાં જઈને આ યુવકોને મુક્ત કરાવ્યા અને અપહરણકારોને પકડયા હતા.

આ પણ વાંચો - અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી સેનેટ ચૂંટણી, NSUI નો સપાટો, ABVP ના સૂપડાં સાફ

પાસપોર્ટ આરોપીએ લઈ લીધેલા હોય તેઓ ટેમ્પરરી વિઝા એમ્બેસી દ્વારા મેળવી ઇન્ડિયા આવવા રવાના થયેલ છે . વધુ વિગત તથા આરોપી બાબતે તેઓની પૂછપરછ બાદ જાણવા મળશે. તારીખ 2 માર્ચ ના રોજ ટ્રાવેલ એજન્ટ વિશાલ જાનીએ ઓસ્ટ્રેલિયા ખાતે વર્ક પરમિટ મળશે તેમ કહી તુષાર પટેલ રહેવાસી વસ્ત્રાલ તથા મયુર પ્રજાપતિ તથા પ્રફુલ કુલ ચાર જણા શરૂઆતમાં વિશાલ જાની સહિત મલેશિયા ખાતે ગયેલ અને વિશાલ જાનીએ દસ દિવસ કુઆલાલંપુર ખાતે રહેવું પડશે તેમ કહી આ ચારે જણા ત્યાં રોકાયેલા અને તેઓ હોટલમાંથી બહાર નીકળ્યા ત્યારે અજાણ્યા માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.

આ યુવકોના નિવેદન લઈને તેઓને અમદાવાદ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સમયમાં આ આરોપીઓને અમદાવાદ લવાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Malaysia, અમદાવાદ, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन