અમદાવાદ શહેરમાં કોરોનાનાં 12 પોઝિટીવ કેસ, ત્રણ હજાર લોકોને કરાયા ક્વૉરન્ટીન

અમદાવાદ શહેરમાં કોરોનાનાં 12 પોઝિટીવ કેસ, ત્રણ હજાર લોકોને કરાયા ક્વૉરન્ટીન
પ્રતિકાત્મક તસવીર

આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં 3 હજાર લોકોને હોમ ક્વૉરન્ટીન કરવાની ફરજ તંત્રને પડી છે. જે અમદાવાદીઓ માટે ચિંતાજનક કહી શકાય.

  • Share this:
અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો (coronavirus) કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ કોરોના વાયરસની અસર જોવા મળી છે. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોના વાયરસથી દૂર રહેવા માટે 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતને લોક ડાઉનની જાહેરાત કરી છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં 3 હજાર લોકોને હોમ ક્વૉરન્ટીન કરવાની ફરજ તંત્રને પડી છે. જે અમદાવાદીઓ માટે ચિંતાજનક કહી શકાય.

સમગ્ર વિશ્વમાં હાહાકર મચાવનાર કોરોના વાયરસથી અત્યાર સુધી 14,510 લોકોનાં મોત થયા છે . જેમાં ભારત દેશમાં 9 મોત અને ગુજરાતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. આજે વિશ્વમાં કોરોના વાયરસનાં 3,32, 930 કેસ છે . જ્યારે ભારતમાં આ આંકડો પાંચસોની ઉપર પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતમાં 33 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. પરંતુ વિદેશથી આવેલા લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં આજે 27 હજાર ક્વૉરન્ટીન કર્યા છે. જેમાં અમદાવાદ શહેરના જ 3 હજાર લોકોનો સમાવેશ થયો છે. આ ઉપરાત એએમસી દ્વારા કરાયેલા ક્વૉરન્ટીનમાં 150 વ્યક્તિઓ છે.આ પણ વાંચો : ખાનગી તબીબો પણ કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપેઃ આરોગ્ય વિભાગ

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, એસવીપી હોસ્પિટલ હેલ્થ બુલેટીન જાહેર કર્યું હતુ કે અત્યાર સુધી 93 શંકાસ્પદ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 69 કેસના રિપોર્ટ નેગેટીવ આવ્યા. દર્દીઓને રજા અપાઇ છે. એસવીપી હોસ્પિટલમાં છ પોઝીટીવ દર્દીઓની સારવાર ચાલી રહી છે જેની સ્થિત હાલ સ્થિર છે. 18 દર્દીઓના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.

આ પણ વાંચો : #StayHome : લૉકડાઉન દરમિયાન ઘરે રહીને આ પાંચ રીતે સ્ટ્રેસને દૂર કરો

વધુમાં કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતુ કે, હાલ કોરોના વાયરસ શહેરમાં નિર્ણયાક તબક્કામાં છે. એએમસી તંત્ર 5થી 10 હજાર લોકોને ક્વૉરન્ટીન કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ લોકોએ કાળજી રાખવી જરૂર છે, ઘરમાં રહેશે તો સુરક્ષિત રહેશો.

આ પણ જુઓ 
Published by:News18 Gujarati
First published:March 24, 2020, 15:44 pm

ટૉપ ન્યૂઝ