અમદાવાદ: પતીએ ત્રણ વખત તલાક-તલાક-તલાક કહીને ઘરમાંથી કાઢી મુકી

News18 Gujarati
Updated: October 17, 2019, 11:08 PM IST
અમદાવાદ: પતીએ ત્રણ વખત તલાક-તલાક-તલાક કહીને ઘરમાંથી કાઢી મુકી
યુવતીના પતીએ ફરીથી તેને ત્રણ વખત તલાક તલાક તલાક કહ્યું હતું. અને જ્યાં હાજર મૌલાનાએ પણ કહ્યું હતું કે, યુવતીના પતીએ આપેલ તલાક શરીયત મુજબ યોગ્ય

યુવતીના પતીએ ફરીથી તેને ત્રણ વખત તલાક તલાક તલાક કહ્યું હતું. અને જ્યાં હાજર મૌલાનાએ પણ કહ્યું હતું કે, યુવતીના પતીએ આપેલ તલાક શરીયત મુજબ યોગ્ય

  • Share this:
રૂત્વિજ સોની, અમદાવાદ: શહેરમાં વધુ એક વખત ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, વર્ષ 2014માં તેના લગ્ન દાણીલીમડાના જ એક યુવાન સાથે થયા હતાં. જો કે તેમના સાસરીવાળા તેને શરૂઆત જ નાની નાની બાબતોમાં શારિરીક અને માનસિક ત્રાસ આપતાં હતાં. પરંતુ 12મી ડિસેમ્બર 2018ના દિવસે સાંજના સમયે તેના પતિએ તેને માર મારીને ત્રણ વખત તલાક તલાક તલાક કહ્યું હતું.

જોકે, જે તે સમયે યુવતીની તબિયત લથડતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ યુવતીએ તેના સાસરિયા વિરુદ્ધમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શારિરીક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ દાખલ કરાવી હતી. અને ત્યારથી તે તેના માતા સાથે પિયરમાં રહેતી હતી.

જો કે 6 ઓક્ટોમ્બર 2019ના દિવસે યુવતીના પરિવારજનો તેના સાસરીવાળાને સમજાવીને સમાધાન કરવા માટે ગયા હતાં. પરંતુ યુવતીના સસરાએ વિચારવા માટે બે દિવસનો સમય માંગતા તેઓ પરત ફર્યા હતાં. જ્યારે 8મી ઓક્ટોમ્બરએ ફરીથી બંન્ને પક્ષના લોકો સમાજના કેટલાકા આગેવનોની હાજરીમાં મળ્યા હતાં. જ્યાં યુવતીના પતીએ ફરીથી તેને ત્રણ વખત તલાક તલાક તલાક કહ્યું હતું. અને જ્યાં હાજર મૌલાનાએ પણ કહ્યું હતું કે, યુવતીના પતીએ આપેલ તલાક શરીયત મુજબ યોગ્ય છે. જો કે સમગ્ર ઘટનાની જાણ દામીલીમડા પોલીસને કરતાં જ પોલીસએ યુવતીના પતીની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर