અમદાવાદ : દારૂબંધીના દાવા વચ્ચે દારૂના જ પૈસા લેવા બાબતે મહિલા PSI સહિત 3 સસ્પેન્ડ

અમદાવાદ : દારૂબંધીના દાવા વચ્ચે દારૂના જ પૈસા લેવા બાબતે મહિલા PSI સહિત 3 સસ્પેન્ડ
મહિલા પીએસઆઈની પ્રતિકાત્મક તસવીર

આ વિસ્તારમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય અને પીએસઆઇ રાવના હાથે ચઢી જાય તો 50 હજારથી નીચે તેઓ રૂપિયા લેતા જ નથી તેમ કરી તોડ કરતા હોવાની ચર્ચા પણ છે.

  • Share this:
અમદાવાદ: કોરોનાની (Corona) વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે ત્યારે કેટલાક ભષ્ટ્ર પોલીસ કર્મચારીઓને કટકી કરવા મળે ત્યા તેઓ એક પણ મોકો છોડતા નથી. તાજેતરમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પીએસઆઇએ દારૂનો કેસ નહી કરવાના મામલે 50 હજારના તોડ કર્યો હોવાની ચોંકાવારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના મામલે ઝોન 5ના ડીસીપી (DCP) અચલ ત્યાગીએ મહિલા પીએસઆઇ સહિત બે પોલીસ કોન્સ્ટેબલને તપાસ કર્યા બાદ સસ્પેન્ડ કર્યા છે.
જ્યારે કેસની તપાસ એચ ડીવીઝનના એસીપી પ્રકાશ પ્રજાપતિ કરી રહ્યા છે. જોકે આ વિસ્તારમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય અને પીએસઆઇ રાવના હાથે ચઢી જાય તો 50 હજારથી નીચે તેઓ રૂપિયા લેતા જ નથી તેમ કરી તોડ કરતા હોવાની ચર્ચા પણ છે.અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી પીએસઆઇ સી.પી.રાવ તેમના રાઇટર વિમલ અને કોન્સ્ટેબલ સજ્જનસિંહને બાતમી મળી હતીકે અમરાઇવાડી વિસ્તારમાં ચાચા નગરની ચાલીમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. બાતમીના આધારે મહિલા પીએસઆઇ સહિતની ટીમ દારૂની મહેફિલ ચાલતી હતી ત્યા અચાનક દરોડો પાડી દીધો હતો અને કેટલાક શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા. પીએસઆઇએ દારૂની ચાર પાંચ દારૂની બોટલો પણ જપ્ત કરી હતી અને તમામને અમરાઇવાડી પોલીસ સ્ટેશનની ન્યુ કોટન મીલ પોલીસ ચોકીમાં લઇ ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

પોલીસ ચોકીમાં થોડાક સમય સુધી કેસ કરવા માટે હાઇવોલેટજ ડ્રામા ચાલ્યો હતો. ત્યારે કોન્સ્ટેબલ વિમલ એક દારૂ પીધેલા યુવકને સાઇડમાં લઇ ગયો હતો અને કેસ નહી કરવાના રૂપિયા માંગ્યા હતા. મહેફીલમાં ઝડપાયેલા લોકો રૂપિયા આપીને કેસ નહી કરવા માટૈ તૈયાર થઇ ગયા હતા.

પોલીસ કર્મચારીઓએ પહેલા લાખ રૂપિયા કરતા વધુ માંગ્યા હતા જોકે તેમા યુવકોએ વધતા ઓછા કરતા અંતે મામલો 50 હજારમાં પત્યો હતો. ઝડપાયેલા યુવકોએ પંચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ તમામને છોડી જવા દિધા હતા.

આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

50 હજાર રૂપિયાનો તોડ થતા પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ મોજમાં આવી ગયા હતા. જોકે બીજા દિવસે ઘરપકડ કરાયેલા તમામ લોકો ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગીને મળ્યા હતા અને પીએસઆઇએ રૂપિયા લીધા હોવાની ફરિયાદ કરી હતી. ડીસીપીએ આ મામલે એચ ડીવીઝનના એસીપી પ્રકાશ પ્રજાપતિને તપાસ કરવા આદેશ આપ્યા હતા. એસીપીએ તપાસ કરતા પીએસઆઇ સી.પી.રાવ અને તેમની ટીમે રૂપિયા લીધા હોવાનું સામે આવતા અંતે ડીસીપીએ ત્રણેય ને સસ્પેન્ડ કર્યા છે.
Published by:Jay Mishra
First published:May 03, 2021, 17:52 pm