સાબરમતી જેલમાં ત્રણ કેદીઓએ અન્ય કેદીને માર મારીને કહ્યું, 'તું મને ઓળખતો નથી'

સાબરમતી જેલમાં ત્રણ કેદીઓએ અન્ય કેદીને માર મારીને કહ્યું, 'તું મને ઓળખતો નથી'
ફાઈલ તસવીર

સોમવારે સવારનાં સમયે કાચા કામનાં કેદી અકરમ કાદરભાઈ શેખને જેલનાં યાર્ડ નંબર 7 પાસે આવેલા કોમન ટોયલેટ પાસે અગાઉનાં ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી હતી.

  • Share this:
અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓએ ભેગા મળી અન્ય કેદીને માર માર્યો હતો. ઝઘડાની અદાવત રાખી સંજય નામનાં કેદીએ અકરમને ધમકી આપીને કહ્યું હતું કે. તું મને જેલમાં કે બહાર ઓળખતો નથી. જે બાદ તેને માર પણ માર્યો હતો. ડ્યુટી જેલરે આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં સંજય સહિત 3 કેદી સામે ફરિયાદ નોંધાવી હતી.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં સંજય બાબુલાલ વ્યાસ નામના કેદીએ સોમવારે સવારનાં સમયે કાચા કામનાં કેદી અકરમ કાદરભાઈ શેખને જેલનાં યાર્ડ નંબર 7 પાસે આવેલા કોમન ટોયલેટ પાસે અગાઉનાં ઝઘડાની અદાવત રાખી બોલાચાલી કરી હતી. અન્ય બે કેદીઓ પણ ત્યાં આવી ગયા હતા.આ પણ વાંચો : ખંભાતમાં ભારેલા અગ્નિ જેવો માહોલ, આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

સંજય અને અન્ય કેદીઓએ અકરમને ધારીની પટ્ટી જેવું હથિયાર મારી અને મોઢે તથા અન્ય જગ્યાએ ઇજા કરી હતી. મારામારી જોઈ જેલનો અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. અકરમને મારામારી માંથી છોડાવ્યો હતો. અકરમને જેલમાં જ સારવાર આપવામાં આવી હતી. ડ્યુટી જેલરે આ મામલે ફરિયાદ નોંધાવતાં રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓ : 
Published by:News18 Gujarati
First published:February 25, 2020, 14:20 pm

ટૉપ ન્યૂઝ