ન્હાવાની મજા લેતા તળાવમાં ડુબતા ત્રણ યુવાનોના મોતનો Live Video

News18 Gujarati
Updated: May 23, 2018, 4:21 PM IST
ન્હાવાની મજા લેતા તળાવમાં ડુબતા ત્રણ યુવાનોના મોતનો Live Video

  • Share this:
દેશના મોટા ભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પશુ-પક્ષી સહિત માણસો પણ ગરમીથી હેરાન - પરેશાન થઈ રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે જાતભાતના પ્રયોગો કરતા રહે છે. કોઈક ઘરમાં એસીમાં બેસી રહે છે, તો કોઈક ઝાડના છાયામાં બેસે છે. મોટાભાગના લોકો કાળઝાળ ગરમીમાં ઠંડકની મજા લેવા માટે તળાવ, નદી કે સ્વીમિંગ પુલમાં ન્હાવાની મજા લેવા જતા હોય છે. પરંતુ ક્યારેક ન્હાાની મજા લેતા સમયે સાવધાની ન રાખવાથી જીવ ખોવાનો વારો પણ આવે છે.

આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આપણને અત્યારે ગરમીની સિઝનમાં રોજ બરોજ નદી, તળાવ, કે સ્વીમિંગ પુલમાં ડુબી જવાથી મોત થયાના સમાચાર જોતા હોય છે. આવી જ એક ઘટનામાં અજાણ્યા તળાવમાં ત્રણ મિત્રો ન્હાવાની મજા લેતા લેતા ગણતરીની સેકન્ડમાં ડુબી જાય છે. તેવો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણ યુવાન કોઈ અજાણ્યા સ્થળે પોતાના મોબાઈલમાં વીડિયો ચાલુ રાખી એક તળાવમાં ન્હાવાની મજા લેવા પડે છે. પરંતુ ગણતરીની મિનીટમાં જ ત્રણે લોકો ઉંડા તળાવમાં ડુબવા લાગે છે. બચવા માટે ઘણઓ પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આખરે પાણી પી જાય છે અને તળાવમાં ગરકાવ થઈ જાય છે.

શરૂઆતમાં જ્યારે ન્હાવાની મજા લેવા ઉતરતા પહેલા ત્રણે મિત્રો એક બીજા પણ પાણી ફેંકતા હતા ત્યારે કોને ખબર હતી કે જે જગ્યા પર તે લોકો ન્હાવાની મજા લેવા જઈ રહ્યા છે, ત્યાં તેમનું મોત તેમને પોકારી રહ્યું છે. આ રીતે ન્હાવાની મોજ લેતા આ યુવાનો મોતને ભેટતા હોય તેવો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે, જોકે આ ઘટના ક્યાંની છે તે હજુ સુધી જાણી નથી શકાયું. પરંતુ એટલું જરૂરથી સમજી શકાય છે કે, પાણીમાં ન્હાવાની મજા લેતા પહેલા સાવધાની ખુબ જરૂરી છે.
First published: May 23, 2018, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading