Home /News /madhya-gujarat /

રક્તરંજીત અમદાવાદ, એક જ રાતમાં ત્રણ હત્યા, ઘાટલોડિયા બાદ જુહાપુરામાં ખેલાયો ખૂની ખેલ

રક્તરંજીત અમદાવાદ, એક જ રાતમાં ત્રણ હત્યા, ઘાટલોડિયા બાદ જુહાપુરામાં ખેલાયો ખૂની ખેલ

એક યુવક પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને (murder)ઘાટ ઉતારી દીધો

murder in Ahmedabad- તારી દાદાગીરી છોડી દેજે, આજે તો તને છોડવાનો નથી, જાનથી મારી નાંખવાનો છે તેમ કહી તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો

અમદાવાદ : દિવાળીમાં (Diwali-2021)લોકોની સુરક્ષા અને કાયદો, વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બનાવેલ એક્શન પ્લાન માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ એક જ રાતમાં અમદાવાદ રક્તરંજીત (murder in Ahmedabad)થઈ ગયું છે. ઘાટલોડિયામાં (Ghatlodia murder)સિનિયર સિટીઝન દંપતીની હત્યા બાદ વેજલપુરમાં પણ એક યુવક પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને (murder)ઘાટ ઉતારી દીધો છે.

ગત મોડી રાત્રે શાહરૂખ નામનો યુવાન તેના મિત્રો સાથે એક્સેસ પર ફતેહવાડી જઈ રહ્યો હતો. ત્યારે વિશાલા સર્કલથી બરફની ફેકટરી પાસે પહોંચતા જ ત્યાં જિશાન તેનો મિત્ર સલીમ ઉર્ફે ડાન્સર સહિત છ મિત્રો આવ્યા હતા. જિશાને એક્સેસને લાત મારતા શાહરૂખ અને તેના બે મિત્રો નીચે પડી ગયા હતા. બાદમાં આરોપીઓએ શાહરૂખને પકડીને એક પછી એક છરીના ઘા ચહેરાના ભાગે, થાપાના ભાગે અને પેટના ભાગે મારવા લાગ્યા હતા. આરોપીઓ આજે તો તને છોડવાનો નથી. જાનથી મારી નાંખવાનો છે. તેમ કહીને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. શાહરૂખના મિત્રો તેને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ગાળો બોલવા લાગ્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદમાં એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ માંગતો હતો હોમગાર્ડ, આવી રીતે આવ્યો પકડમાં

જોકે બાદમાં જિશાન ફરીથી શાહરૂખ પાસે આવેલ અને તું તારી દાદાગીરી છોડી દેજે કહીને ફરીથી પીઠના ભાગે અને થાપાના ભાગે છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત શાહરૂખને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યુ હતું. જે અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત ઘાટલોડિયામાં પણ લૂંટના ઇરાદે સિનિયર સિટીઝન દંપતીની હત્યાનો બનાવ બન્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : 27 વર્ષના શખ્સે તેનાથી અડધી ઉંમરની છોકરી સાથે હાય હેલ્લો કર્યું, હોટલમાં લઈ ગયો અને પછી...

ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યા

ઘાટલોડિયામાં પારસમણી એપાર્ટમેન્ટમાં સાંજના સમયે એકાકી રહેતા વૃદ્ધ દંપતીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને આરોપીઓ લૂંટ કરી ફરાર થઈ ગયા છે. મૃતક દયાનંદ સુબરાવ સાનભરા (ઉ.વ. 90) અને તેમના પત્ની વિજયાલક્ષ્મી (ઉ.વ. 80) આ ફ્લેટમાં રહેતા હતા. દયાનંદ અને વિજયાલક્ષ્મી નામના દંપતી પારસમણી ફલેટમાં K બ્લોકના 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે આવે છે અને બંનેની હત્યા કરી લૂંટ કરી છૂમંતર થઈ જાય છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Murder, Diwali 2021, અમદાવાદ, હત્યા

આગામી સમાચાર