Home /News /madhya-gujarat /

અમદાવાદ: થયુ હતું સગીરાનું અપહરણ, સગીરા કારમાંથી કુદી પડતા બચ્યો જીવ

અમદાવાદ: થયુ હતું સગીરાનું અપહરણ, સગીરા કારમાંથી કુદી પડતા બચ્યો જીવ

અમદાવાદમાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ 10માં ભણતી સગીરાને કારમાં 3 વ્યક્તિઓ અપહરણ કરીને લઇ જવાતી હતી.

અમદાવાદમાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ 10માં ભણતી સગીરાને કારમાં 3 વ્યક્તિઓ અપહરણ કરીને લઇ જવાતી હતી.

    હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદમાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ 10માં ભણતી સગીરાને સિલ્વર રંગની ઇકો કારમાં 3 વ્યક્તિઓ અપહરણ કરીને લઇ જવાતી હતી. જેમાં સગીરાએ હિંમત દાખવીને કારમાંથી બહાર ઝંપલાવ્યું હતું. જેથી સગીરાને બચાવી લેવામાં આવી હતી. જે બાદ કારમાં રહેલા 3 વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતાં. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ગઇકાલે મોડી સાંજે ધોરણ 10માં ભણતી સગીરાનું અપહરણ થયું હતું. સગીરાને એક કારમાં 3 વ્યક્તિઓ સગીરાને ઉપાડી જતાં હતાં. ત્યારે જુહાપુર વિસ્તારમાં આવેલા અકબર ટાવર નજીક સગીરાએ હિંમત દાખવીને તક મળતા જ કારમાંથી ઝંપલાવ્યું હતું. જેના કારણે સગીરા અપહરણ કર્તાઓથી બચી તો ગઇ હતી પરંતુ તેને નાની મોટી ઇજાઓ આવી હતી. જેથી હાલ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

    આ પણ વાંચો: જૂનાગઢ : બદકામના ઈરાદે મહિલાનું અપહરણ, બાઇક પરથી ફેંકી દેતા મોત

    આ મામલે પોલીસે સગીરાની પૂછપરછ હાથ ધરી છે. પોલીસ ઘટના સ્થળ પાસેનાં સીસીટીવી ફૂટેજ પણ જોશે જેના કારણે તેઓ કિડનેપરોની તપાસ કરી શકે.

    આ પણ વાંચો: 'મને સાસરિયાવાળા મારી નાખશે,' અચાનક મહિલા જજ પાસે દોડી ગઈ

    આ પહેલા પણ દ્વારકા જીલ્લાના પટેલકા ગામની સગીરાનું વર્ષ 2015માં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી નીતિન ઉર્ફે નીતો ભીમા પરમાર નામનો શખ્શ અપહરણ કરીને લઇ ગયાની સગીરાની માતાની ફરિયાદને પગલે પોલીસે ગત વર્ષનાં જુન મહિનામાં આરોપીની અટકાયત કરી હતી. સગીરાના અપહરણ બાદ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોય જે મામલે ખંભાલીયા પોસ્કો કોર્ટમાં કેસ ચાલી જતા થોડા દિવસ પહેલા જ ખંભાળિયા પોસ્કો કોર્ટે આરોપને કસુરવાન ઠેરવ્યો હતો. આરોપી વિરુદ્ધ લગાવવામાં આવેલી અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ આરોપીને કુલ 10 વર્ષની કેદની સજા ફટકારી હતી અને પાંચ હજાર રુપેયાનીઓ દંડ પણ ફટકાર્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Minor, અપહરણ, અમદાવાદ, ગુજરાત, ગુનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन