ભેજાબાજ સંચાલક સ્કૂલમાં જ IOCની લાઇન પંચર કરી કરતો ઓઇલ ચોરી, 3ની ધરપકડ

News18 Gujarati
Updated: September 25, 2018, 4:56 PM IST
ભેજાબાજ સંચાલક સ્કૂલમાં જ IOCની લાઇન પંચર કરી કરતો ઓઇલ ચોરી, 3ની ધરપકડ
અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું

અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું

  • Share this:
સાણંદની સૂરજ મોતી સ્કૂલના સંચાલકે સાગરીતો સાથે મળી સ્કૂલ કમ્પાઉન્ડમાં જ પાઈપલાઈન નાખી હતી અને ઓઈલ ચોરી કરતા હતા. અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલ સંચાલક સ‌હિત 3ત લોકોની ધરપકડ કરી છે.

અહીં ક્લિક કરી વાંચો...ગુજરાતમાં ઉદ્યોગોમાં ફરજિયાત 80 ટકા ગુજરાતીઓને નોકરી આપવી પડશે: વિજય રૂપાણી

જિલ્લામાં સાણંદ અને આસપાસના વિસ્તારમાંથી સલાયા- મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈન પસાર થાય છે. બે દિવસ પહેલાં ખેડાના નવાગામ સ્ટેશનના ઇન્ચાર્જ સીમરદીપસિંગ ભલ્લાએ આઈઓસીના ઓપરેશન મેનેજરને જાણ કરી હતી કે સાણંદ વિસ્તારમાં પાઇપલાઇનમાંથી ઓઇલ ચોરી થાય છે, જેથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને આઈઓસીના અધિકારીઓએ તપાસ કરતાં સાણંદની સૂરજ મોતી સ્કૂલ નજીક ખેતરમાંથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી અને ચોરી કરવામાં આવી છે.

પોલીસ સાથે રાખી તપાસ કરતાં પાઇપલાઇનમાં પંચર પાડવામાં આવ્યું હતું અને વાલ્વ ફિટ કરી અન્ય એક પાઈપલાઈન ફિટ કરી અને તે સૂરજ મોતી સ્કૂલના કમ્પાઉન્ડમાં ફિટ કરવામાં આવી હતી. સ્કૂલ કમ્પાઉન્ડમાંથી અન્ય પાઈપલાઈન મળી આવી હતી. આ મામલે આઈઓસીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કચ્છમાં PM મોદીની મુલાકાત પહેલા પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના સિગ્નલ થયા ટ્રેસ

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે સ્કૂલના સંચાલક અમરીશ હેમેન્દ્રભાઈ પટેલ (રહે. નારણપુરા) અને સ્કૂલના ચોકીદાર બબલુ ઠાકુર (રહે. સાણંદ)ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અમરીશ હેમેન્દ્રભાઈ પટેલે સરખેજમાં રહેતા ગુલામહુસેન શેખ, સોહીલ ઉર્ફે સોહેલ, ફિરોજ શેખ, મહંમદ અફઝલ અને ભાવનગરના ચિરાગ નામના શખ્સ સાથે મળી ઓઈલ ચોરી કરતા હતા. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી સ્કૂલ કમ્પાઉન્ડમાં તેનું જોડાણ આપી ઓઈલ ચોરી કરતા હતા. પોલીસે હાલ સાતેયની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
First published: September 25, 2018, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading