અમદાવાદ : ચોરીના રવાડે ચઢેલા 3 યુવક ઝડપાયા, લૉકડાઉન બાદ શોર્ટકટમાં રૂપિયા કમાવવા ભારે પડ્યા


Updated: July 10, 2020, 7:52 AM IST
અમદાવાદ : ચોરીના રવાડે ચઢેલા 3 યુવક ઝડપાયા, લૉકડાઉન બાદ શોર્ટકટમાં રૂપિયા કમાવવા ભારે પડ્યા
હાલ તો આ ચોરોને ઝડપી પાડ્યા બાદ પોલીસ તેમની વધુ પુછપરછ કરી રહી છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

અડધો ડઝન વાહન ચોરીનો આરોપ, ભલભલા શાતીર ચોરને પણ ફિકા પાડી નાંખે એવી ચોરી કરવાની મોડ્સઓપરેન્ડી

  • Share this:
રૂપિયા કમાવા માટે શોર્ટકટ અપનાવવું 3 યુવકોને ભારે પડ્યું છે.સરદારનગર પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે વાહન ચોરીનાં રવાડે ચડેલા કરતા 3 આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરુ કરી છે. સરદારનગરમાં રહેતા અને લોકડાઉન પછી 3 યુવાનોએ ઝડપથી પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવ્યો. નાની  ઉંમરે પૈસાદાર થવા માટે આ ત્રણે યુવક શહેરના અલગ વિસ્તારમાં બાઈક એક્ટિવા અને રીક્ષાની ચોરી કરતા હતા અને બાદમાં સસ્તા ભાવે  દસ્તાવેજ વગર જ વેચી દેતા.જે કેસમાં સંડોવાયેલા આરોપી  સ્વરૂપ મેઘરનજન, ,મિતેષ બાબુ બારોટ,સાગર ગોપલાનીની હાલ પોલીસે ધરપકડ કરી છે.વધુ પુછપરછ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  ત્રણેય આરોપી પહેલાં સરદારનગરમાં એક મકાનમાં ભાડેથી રહેતા અને ત્યારથી આરોપીઓ એક બીજા ના સંપર્કમાં આવ્યા.ખાસ પોતાની મોડેશ ઓપરેન્ડી મુજબ  વાહનચોર આ શખ્સો  ચોરી કરવા માટે પહેલાં પાર્કિંગ અને જાહેર સ્થળોમાં પોતાના વાહન સાથે રાખી રેકી કરતા, અને બાદમાં વાહન ચાલક વાહન મૂકી ને કામે જાય ત્યારે તે વાહનનું લોક તોડી ચોરી કરી ફરાર થઇ જતા.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 861 નવા કેસ, 24 કલાકમાં 15 દર્દીઓના મોત


આ પણ વાંચો :  હવસ ન સંતોષાતા 22 વર્ષીય યુવતી અને 12 માસની દીકરીની કરી હતી હત્યા, સેસન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

એટલું નહી છેલ્લા કેટલાક સમયમાં એક ડઝન જેટલા વાહનો ચોરી કર્યાનો આરોપ લાગ્યો છે.ચોરી કરેલા આ  વાહનો આરોપીઓ વગર દસ્તાવેજથી સસ્તા ભાવે વેચી મારતા હતા.હાલ તો પોલીસે આરોપી પાસે થી શહેરના અલગ વિસ્તાર માંથી ચોરી કરેલ 4 એક્ટિવા 2 રીક્ષા કબ્જે કર્યા છે. આમ ઝડપથી પૈસા કમાવવા માટે આ 3 એ યુવાન આરોપી એ ચોરી કરવાનો ઉપાય અજમાવ્યો .પણ આજ ઉપાય તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.ત્યારે આરોપી ની પુછપરછ માં વધુ વાહનચોરી ના કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે બહાર આવી શકે છે.સાથે જ ચોરી નાં વાહનો અગાઉ કેટલા કોને વહેચ્યા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
Published by: Jay Mishra
First published: July 10, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading