અમદાવાદ : લોકડાઉનમાં શાળા બંધ રહેતા 28 સાયકલ ચોરનાર '3- ઇડિયટ્સ' પકડાયા


Updated: September 11, 2020, 3:06 PM IST
અમદાવાદ : લોકડાઉનમાં શાળા બંધ રહેતા 28 સાયકલ ચોરનાર '3- ઇડિયટ્સ' પકડાયા
આ સાયકલનો શો રૂમ નથી પરંતુ વેજલપુર પોલીસ જપ્ત કરેલી ચોરાયેલી સાયકલ છે.

વેજલપુર પોલીસે થ્રિ ઇડિયટ એવા ત્રણ સગીર મિત્રોને પકડયા છે. વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક સગીર મિત્રો જુહાપુરા વિસ્તારમાંથી સાયકલ ચોરી કરી રહ્યા છે

  • Share this:
અમદાવાદ: અમદાવાદની વેજલપુર પોલીસે (Vejalpur police) એવા ત્રણ મિત્રોની (3 friends) ધરપકડ કરી કે જે હજુ તો સ્કૂલમાં ભણે છે. પરંતુ હાલ લોકડાઉન હોવાથી શાળા બંધ હોવાથી ચોરીના (Thief) રવાડે ચડી ગયા હતા. ચોરી અન્ય કોઈ વસ્તુની નહીં પરંતુ માત્ર સાઈકલની (The bicycle Thieves) કરતા હતા. પોલીસે આ ત્રણેય સગીર મિત્રોની ધરપકડ કરી તેઓની પાસેથી 28 સાઇકલ (28 bicycle caught કબજે કરી છે.હાલ વેજલપુર પોલીસસ્ટેશનમાં પોલીસના વાહનો કરતા વધારે સાયકલોનો જથ્થો જોવા મળી રહ્યો છે. જેનાથી જાણે કે સાયકલનો શો રૂમ હોય તેવું લાગે છે.

પણ હકીકત એ છે કે વેજલપુર પોલીસે થ્રિ ઇડિયટ (3-idiots) એવા ત્રણ સગીર મિત્રોને પકડયા છે. વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક સગીર મિત્રો જુહાપુરા વિસ્તારમાંથી સાયકલ ચોરી કરી રહ્યા છે જેને લઇને પોલીસે તપાસ કરી અને પોલીસના હાથ ત્રણ સગીર મિત્રો લાગ્યા. પોલીસે એક બાદ એક સાઇકલ કબજે કરી અને કુલ 288 ચોરીની સાયકલ કબ્જે કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાયકલ ચોરી કરી મજૂર વર્ગના લોકોને આ સાયકલો વેચી દેતા હતા. છથી સાત હજારની કિંમતની આ સાઈકલ આરોપીઓ 200 થી 500 રૂપિયામાં વેચી દેતા હતા. માત્ર મોજશોખ માટે જ આ સાયકલ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :   રાજ્યમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ થશે, હવામાન વિભાગે કરી આગાહી

એમ ડિવિઝનના એસીપી વિનાયક પટેલ નું કહેવું છે કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ તમામ સગીર આરોપીઓ શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ લોકડાઉન ને કારણે શાળાઓ બંધ હોવાથી ત્રણેય મિત્રો ચોરીના રવાડે ચડયા હતા. લોક વગરની સાઈકલ હોય તે જ માત્ર ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી આ તમામ સગીરો ધરાવે છે.

આ પણ વાંચો :   'તારા પિતાએ કઈ આપ્યું નથી, જો દીકરાના લગ્ન બીજે કર્યા હોત તો દહેજમાં 10 લાખ મળ્યા હોત'આટલું જ નહીં પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ ત્રણમાંથી એક સગીરના પિતાની ચોરીના મોબાઈલ સાથે ઝોન 2 સ્ક્વોડે ધરપકડ કરી હતી. જેની તપાસમાં આ સાયકલ ચોરીનું રેકેટ વેજલપુર પોલીસ ના હાથ લાગ્યું.

જો કે જે સગીરના પિતાની ધરપકડ કરાઈ છે તેમની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે ચોરી નો ફોન માત્ર તેઓ રાખતા હતા પરંતુ ચોરી તેમના પુત્રએ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં માત્ર 28 સાયકલ ચોરી હોવાનું જ સામે આવ્યુ છે. પરંતુ વધુ સાયકલો ની ચોરી કરી છે કે કેમ તે બાબતોને લઈને પણ વેજલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે સાયકલ ચોરી ની પોલીસ ફરિયાદ થઇ ન હોવાથી વેજલપુર પોલીસ સાયકલો ના માલિક ને શોધવામાં લાગી છે.
Published by: Jay Mishra
First published: September 11, 2020, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading