અમદાવાદ : VVIP મોબાઇલ નંબર આપવાના નામે છેતરપિંડી, મુંબઈથી ચાલતું હતું કૌભાંડ

અમદાવાદ : VVIP મોબાઇલ નંબર આપવાના નામે છેતરપિંડી, મુંબઈથી ચાલતું હતું કૌભાંડ
ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદથી પકડાયેલા ત્રણેય આરોપીઓ અલગ અલગ બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતા હતા.

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં લોકોને VVIP મોબાઈલ નંબર (Special Mobile Number) આપવાની લાલચ આપી છેતરપિંડી (Cheating) કરતા ગેંગના ત્રણ લોકોની સાઇબર ક્રાઈમ બ્રાંચે (Cyber Crime Branch) ધરપકડ કરી છે. આ લોકો મેસેજ કરી અલગ-અલગ VVIP નંબર મોકલી બેંક એકાઉન્ટમાં (Bank Account) રૂપિયા લઈ મોબાઈલ બંધ કરી દેતા હતા. સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના જીગ્નેશ કારીયા, વિજય રાઠોડ અને પ્રશાંત જોશીની ધરપકડ કરી છે.

આ લોકો પેમેન્ટ પ્રોસેસર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ છેતરપિંડી કરવા માટે અલગ-અલગ એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતા હતા અને જેના અવેજમાં આ લોકોને 10 ટકા કમિશન મળતું હતું. આ સમગ્ર રેકેટ મુંબઈથી ચાલી રહ્યું હતું. લોકોને મેસેજ અને ફોન પણ મુંબઈથી આવતા હતા.



વિગતે વાત કરીએ તો 13 જૂનના રોજ એક ફરિયાદી ફરિયાદ કરી હતી કે તેમના મોબાઈલ નંબર પર મેસેજ આવ્યો હતો અને જેમાં VVIP નંબર જોઈ તો હોય તો 50 હજાર ચૂકવવા પડશે અને સાથે સાથે 18 ટકા GST લાગશે તેવી વિગત હતી. જે બાદમાં ફરિયાદીએ રૂપિયા મોકલી આપ્યા હતા અને આરોપીઓ સામેથી ઇનવોઇસની નકલી કોપી પણ મોકલી આપી હતી.

આ પણ વાંચો : કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાનો મોટો નિર્ણય, 17 જૂનથી સંસ્થાનું એક પણ મંદિર નહીં ખુલે

બાદમાં સિમકાર્ડ ઘરે ન આવતા ફરિયાદીએ ફોન કર્યો હતો ત્યારે તે નંબર બંધ આવી રહ્યો હતો. આ મામલે તપાસ કરતા ગુજરાતમાં મુખ્ય આરોપી જીગ્નેશ હોવાનું સામે આવ્યું છે. જિગ્નેશ 2018 થી કૌભાંડમાં જોડાયેલો છે. તપાસમાં સામે આવ્યું છે કે મેસેજ કરવા જે હેડર બનવવામાં આવ્યું છે તે હરિયાણામાં બનેલું છે પરંતુ તે મુંબઈથી ઓપરેટ થઈ રહ્યું હતું. હાલ આ મામલે બે ફરિયાદ સામે આવી છે. પોલીસનું માનવું છે કે અનેક લોકો આ ગેંગના ભોગ બની ચુક્યા છે. હાલ પોલીસ અલગ અલગ એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે.



આ પણ વાંચો : જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું રૂપિયા 45 કરોડના ખર્ચે રિસ્ટોરેશન થશે
Published by:Vinod Zankhaliya
First published:June 15, 2020, 17:55 pm

ટૉપ ન્યૂઝ