અદાણી હસ્તગત ત્રણ એરપોર્ટને મળ્યું સલામત પ્રવાસ માટે ACI હેલ્થ એક્રિડિટેશન

અદાણી હસ્તગત ત્રણ એરપોર્ટને મળ્યું સલામત પ્રવાસ માટે ACI હેલ્થ એક્રિડિટેશન
ફાઈલ તસવીર

એસીઆઈએ એએચએ પ્રોગ્રામ હેઠળ હાથ ધરેલી મૂલ્યાંકન પ્રક્રિયા 118 ચેક પોઈન્ટસ આધારિત પૂરાવાની સમિક્ષા કરીને હાથ ધરવામાં આવી હતી.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport), મેંગ્લોર અને લખનૌના એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) એરપોર્ટ હેલ્થ એક્રિડીટેશન પ્રોગ્રામ (Health Accreditation Program) હેઠળ એક્રિડીટેશન (Accreditation) આપવામાં આવ્યું છે. એરપોર્ટ ઉપર પેસેન્જરોની સલામતિ માટે હાથ ધરવામાં આવેલા અસામાન્ય પ્રતિબંધાત્મક પગલાંને વૈશ્વિક માન્યતા આપીને એક્રિડીટેશન આપવામાં આવ્યું છે.

એસીઆઈએ એએચએ પ્રોગ્રામ હેઠળ હાથ ધરેલી મૂલ્યાંકન પ્રક્રિયા 118 ચેક પોઈન્ટસ આધારિત પૂરાવાની સમિક્ષા કરીને હાથ ધરવામાં આવી હતી. એસીઆઈ એવિએશન બિઝનેસ રિસ્ટાર્ટ એન્ડ રિકવરી ગાઈડલાઈન અને આઈસીએઓ કાઉન્સિલ એવિએશન રિકવરી ટાસ્ક ફોર્સની ભલામણો તથા ઉદ્યોગની ઉત્તમ પ્રણાલિઓ મુજબ આ એરપોર્ટને તમામ પ્રવાસીઓને સલામત પ્રવાસનો અનુભવ પૂરો પાડ્યો છે.અદાણી એરપોર્ટના સીઈઓ બેહનાદ ઝેન્ડીએ જણાવ્યું છે કે “આ એક્રિડીટેશન એ કોવિડ-19ના તથા રસીકરણ ઝૂંબેશના પગલે એર ટ્રાફિકનો પુનઃપ્રારંભ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. તેનાથી વૈશ્વિક મહામારી વચ્ચે કોરોનાના વ્યાપ અને નિયંત્રણના સંદર્ભમાં લખનૌ, અમદાવાદ અને મેંગ્લોર એરપોર્ટસ ઉપર આરોગ્ય અને સલામતિના ધોરણોની ખાત્રી માટેનું એક નોંધપાત્ર કદમ છે. આ ત્રણ સ્થળોએ પ્રવાસીઓને વિમાન પ્રવાસના અનુભવ પહેલાં અને પછી વિશ્વની ઉત્તમ પ્રણાલિઓ મુજબ સલામતિનાં પગલાં લઈ રહ્યા છીએ અને તે માટે અમે સજ્જતા દાખવવા કટિબધ્ધ છીએ.”

આ પણ વાંચોઃ-

એસીઆઈની ચકાસણીમાં આગમન અને પ્રયાણ દરમ્યાન ટ્રાન્સફર, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, આહાર અને પેય સેવાઓ, એસ્કેલેટર્સ, એલેવેટર્સ, લોન્જ, સુવિધાઓ અને બેગેજ ક્લેઈમ તથા અન્ય વિસ્તારોમાં એરપોર્ટસ દ્વારા પ્રવાસીઓ અને સ્ટાફના આરોગ્ય અને સલામતિ માટેનાં પગલાંને આવરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-

આ એક્રિડીટેશન આગામી 12 માસ માટે માન્ય રહેશે. આ પ્રોગ્રામ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તેનાથી પ્રવાસ કરનાર જનતા માટે એરપોર્ટની સુવિધાઓ સલામત બની રહે અને આરોગ્યના જોખમો ઘટાડવા માટેની સાવચેતીઓનું પાલન થતું રહે.એસીઆઈ એશિયા- પેરિફીકના ડિરેક્ટર જનરલ સ્ટેફેનો બારોન્સીએ જણાવ્યું છે કે ત્રણ અદાણી એરપોર્ટસ અમદાવાદ, લખનૌ અને મેંગ્લોરના એરપોર્ટ હેલ્થ એક્રિડીટેશન હાંસલ કરવા બદલ અભિનંદન. હાલમાં જ્યારે વેક્સીનનું વિતરણ ચાલી રહ્યું છે અને વિમાન પ્રવાસમાં લોકોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
Published by:ankit patel
First published:January 18, 2021, 22:49 pm

ટૉપ ન્યૂઝ