Home /News /madhya-gujarat /

Ahmedabad:'હું મોટો ગેંગસ્ટર છું', 10 લાખની ખંડણી માનગાર માથાભારે 'ભુરિયો' ઝડપાયો

Ahmedabad:'હું મોટો ગેંગસ્ટર છું', 10 લાખની ખંડણી માનગાર માથાભારે 'ભુરિયો' ઝડપાયો

આરોપી અજીજુર રહેમાન ઉર્ફે ભુરીયોની તસવીર

Ahmedabad crime news: શહેરના દાણીલીમડા (danilimbada) વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું (Building Construction) કામ કરતા વ્યક્તિને ધમકી આપતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવામાં આવી છે.

Ahmedabad news: હું મોટો ગેંગસ્ટર છું, અને મારી પાસે મીડિયાનો પાવર (Media powar) છે. તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. શહેરના દાણીલીમડા (danilimbada) વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું (Building Construction) કામ કરતા વ્યક્તિને ધમકી આપતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે  આરોપી અજીજુર રહેમાન ઉર્ફે ભુરીયોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદી ઇમરાન શેખ ૧૩મી સપ્ટેમ્બરના દિવસે દાણીલીમડા ખાતે આવેલ તેમની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન આરોપી તેમની ઓફિસે આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી રેસીડેન્સી સ્કીમમાં ટોરેન્ટ પાવર નું કનેક્શન છે તે તમામ કનેક્શન કાઢી નાખો અને મારી પાસેથી ગેરકાયદેસર વીજ કનેક્શન ખરીદ કરો.

જોકે ફરિયાદીએ ના પાડતા આરોપીએ ધમકી આપી હતી કે જો તમે મારી પાસેથી વીજ જોડાણ ખરીદશો નહીં તો તમારી સાઇટ તોડાવી નાખીશ. અને હું મોટો ગેંગસ્ટર છું, અને મારી પાસે મીડિયા નો પાવર છે. તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. જો કે આરોપી માથાભારે હોવાની છાપ ધરાવતો હોવાથી ફરિયાદીએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી.

આ પણ વાંચોઃ-Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન

બાદમાં નવેમ્બર મહિનામાં ફરિયાદીને ધંધા અર્થે દુબઈ જવાનું થતાં તેઓ દુબઇ ગયા હતા ત્યારે આરોપી તેના ઘરે આવી ગયો હતો અને ફરિયાદીને ફોન કરીને ધમકી આપી હતી કે જો તું મને રૂપિયા 10 લાખ નહીં આપે તો તારો ધંધો બંધ કરાવી દઈશ.

આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

હું આજે પૈસા લીધા વગર જવાનો નથી જો તું મને પૈસા નહીં આપે તો તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખીશ. જેથી ફરિયાદીએ ગભરાયને તેના કારીગર મારફતે આરોપીને 30000 રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ બેકાર એન્જિનિયર યુવકે શિક્ષિકા પર વારંવાર આચર્યું દુષ્કર્મ, પુત્રના રમાડવાના બહાને આવ્યો હતો સંપર્કમાં

બાદમાં પણ આરોપી અન્ય રૂપિયા માટે વારંવાર ફરિયાદીને ધમકાવતો હોવાથી અંતે ફરિયાદીએ આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. આરોપી સામે અગાઉ પણ ગાંધીનગર સહિત અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સાત જેટલા ગુના દાખલ થયેલ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati News News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन