જેમની પાસે રેલેવની કન્ફર્મ E-ટિકિટ હશે તેમને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે : DGP

જેમની પાસે રેલેવની કન્ફર્મ E-ટિકિટ હશે તેમને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે : DGP
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગાંધીનગરથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની રૂટિન સ્થિતિની સમીક્ષા કરી હતી.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પેશિયલ પેસેન્જર ટ્રેનની વ્યવસ્થા વિશે માહિતી આપી. જાણો આ ટ્રેનમાં કોણ અને કેવી રીતે મુસાફરી કરી શકશે?

  • Share this:
રાજ્યના પોલીસ વડા  શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે લૉકડાઉનના ત્રીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે નાગરિકો કાળજી સાથે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રિય સહયોગ આપે એ તેમના પોતાના અને સમાજના હિતમાં છે.

ગુજરાતમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના ચુસ્ત અમલ અંગેની વધુ વિગતો આપતા શ્રી ઝાએ ઉમેર્યું કે રેલ મંત્રાલય દ્વારા કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર શ્રમિકો માટે વિશેષ ટ્રેન તથા અન્ય ટ્રેન વ્યવહાર આજથી શરૂ કરવામાં આવેલ છે. નાગરિકોને જણાવવાનું કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન બુકિંગ ચાલુ છે એટલે ઓનલાઇન કન્ફર્મ ઈ-ટિકિટ હશે તો જ રેલવે સ્ટેશન પર મુસાફરોને પ્રવેશ મળશે રેલવે સ્ટેશન પર ટિકિટ બારીથી ટિકિટ મળશે નહીં અને રેલવે સ્ટેશન પર પણ પ્રવેશ મળશે નહીં એટલે નાગરિકોએ ઓનલાઇન બુકિંગથી કન્ફર્મ થયેલી ટિકિટ સિવાય જવું હિતાવહ નથી. જે લોકો પાસે ઈ-ટિકિટ હશે તેઓએ પણ ફરજિયાત માસ્ક પહેરવાનું તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે પોલીસ વિભાગને સૂચનાઓ આપી દેવાય છે.આ પણ વાંચો :   PM મોદીએ કહ્યું - વોકલ બને દરેક ભારતવાસી, ગર્વથી ખરીદે લોકલ પ્રોડક્ટ

શિવાનંદ ઝાએ ઉમેર્યું કે વિદેશમાં ફસાયેલા નાગરિકોને ગુજરાત લાવવા માટેની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે નિયમો બનાવાયા છે તેનું લોકોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. વિદેશથી પરત ફરેલા નાગરિકોને ક્વોરન્ટાઈન થવા માટે જે વિકલ્પો આપ્યા છે એ મુજબ તેઓએ  ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કરવાનો રહેશે. આ સંદર્ભે પોલીસ દ્વારા વોચ રાખી ને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવા લોકો જો ક્વોરન્ટાઈનનો ભંગ કરશે તો તેમની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરાશે. એ જ રીતે વિદેશથી પરત આવેલા લોકોનો પણ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને પણ તેમને ન મળવા અપીલ કરી છે. વિદેશથી પરત આવેલા નાગરીકોના સંપર્કમાં આવવાથી સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી હોય, નાગરિકો પણ ખાસ તકેદારી રાખે એ જરૂરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો :  Lockdown4 પહેલાં PM મોદીનો માસ્ટરસ્ટ્રોક, સરકાર દેશના અર્થતંત્રમાં ઠાલવશે 20 લાખ કરોડ

લૉકડાઉનના કડક અમલમાં જેના વેચાણ અને હેરાફેરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેવી ચીજ વસ્તુઓની હેરાફેરીને અટકાવવા પોલીસ વિભાગ દ્વારા સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે તેમ જણાવી શ્રી શિવાનંદ ઝાએ કહ્યું કે, અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધના પાર્લરની આડમાં પાન-મસાલાનું વેચાણ થતું હોવાની પકડી પાડવામાં આવેલ છે તથા રાજકોટ ખાતે શાકભાજીનું પરિવહન કરતાં વાહનમાં તમાકુની હેરફેર કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેવી જ રીતે તાપી જિલ્લાના સોનગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનમાંથી ડુંગળીની બોરીઓની વચ્ચે દારૂની હેરાફેરી થતું હોવાનું જણાતા રૂપિયા 1.92 લાખના દારૂનો મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ અને વાહનને જપ્ત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો, 24 કલાકમાં 24નાં મોત, 362 વધુ પોઝિટિવ કેસ નોંધાયા

શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 201 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 12,444 ગુના દાખલ કરીને 22,803 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૯૮ ગુના નોંધીને 100  લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 3130 ગુના નોંધીને ૪,૨૫૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શિવાનંદ ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં ૬૭૮ ગુનામાં કુલ 944 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં 14  ગુનાની સાથે અત્યાર સુધીમાં 768 ગુના દાખલ કરીને 1584  આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા  અત્યાર સુધીમાં  726  એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના 198  ગુના સહિત અત્યાર સુધીમાં કુલ 3704  ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલે વધુ 42  ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  લીંબડી : લૉકડાઉનમાં એક જ સમાજના બે પરિવાર વચ્ચે લોહિયાળ જૂથ અથડાણ થતા ખળભળાટ

કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના 40  ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં 1221 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના 2008 ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના 752  ગુના તથા અન્ય 448  ગુના મળી અત્યાર કુલ 3208  ગુનાઓ દાખલ કરી કુલ 3728 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 5794  વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,54,722 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ 5839 અને અત્યાર સુધીમાં 2,23,266 ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.
Published by:News18 Gujarati
First published:May 12, 2020, 21:51 pm

ટૉપ ન્યૂઝ