Home /News /madhya-gujarat /

અમદાવાદમાં ચાલુ સિઝનમાં 59 ભુવા પડ્યા, વર્ષો જૂની ડ્રેનેજ લાઇન જવાબદાર

અમદાવાદમાં ચાલુ સિઝનમાં 59 ભુવા પડ્યા, વર્ષો જૂની ડ્રેનેજ લાઇન જવાબદાર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની ફાઇલ તસવીર

અમદાવાદમાં વરસાદ પડવાની સાથે જ રસ્તાઓમાં ભુવા પડવાનું પણ શરું થઇ જાય છે. ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં 59 ભુવા પડ્યા છે.

    પ્રણવ પટેલ, અમદાવાદ

    અમદાવાદમાં વરસાદ પડવાની સાથે જ રસ્તાઓમાં ભુવા પડવાનું પણ શરું થઇ જાય છે. ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં 59 ભુવા પડ્યા છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં 20 વર્ષ જૂની લાઇન હોવાથી ભૂવા પડવાની શક્યતા છે અને 30 વર્ષ જૂની લાઇનમાં ચાલુ વર્ષે 18 ભુવા પડ્યા હોવાનું જણાવ્યું હતું. અમદાવાદના રસ્તાઓ ઉપર પડતા ભુવા અંગે એએમસી કમિશ્નર વિજય નહેરાએ વર્ષો જૂની ડ્રેનેજ લાઇન ભુવા પડવાનું કારણ છે.

    એએમસી કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, 20 વર્ષ જૂની લાઇન હોવાથી ભુવા પડવાની શક્યાત રહેલી છે. જોકે, આ અંગે એએમસી આયોજન કરશે. નવી લાઇનો નંખાશે, ડ્રેનેજ લાઇન નાખનાર એજન્સી જવાબદારી નક્કી કરશે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ડ્રેનેજની 40 વર્ષ જૂની 42 કિમી લાંબી 12 ડાયામીટરની લાઇન છે. જોકે હવે તેના પર આયોજન બદ્ધ રીતે કામ કરવામાં આવશે.

    એએમસી ઇજનેર વિભાગ દ્વારા આજે અમદાવાદના રસ્તાઓ ઉપર પડતા ભુવાઓ અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીએ એમએમસી કમિશ્નર વિજય નહેરા સામે પ્રેઝન્ટેશન કરતા દર્શાવ્યું હતું કે, અમદાવાદ ચાલું સિઝનમાં 59 ભુવાઓ પડ્યા છે. તો છેલ્લા 6 વર્ષમાં 457 ભુવા પડ્યા છે. તેમણે વધુમાં જમાવ્યું હતું કે, 30 વર્ષ જૂની લાઇનમાં ચાલુ વર્ષે 18 ભુવા પડ્યા છે જોકે, 10 વર્ષ જૂની એક પણ લાઇનમાં ભુવો પડ્યો નથી. એટલે કે વર્ષો જૂની ડ્રેનેજ લાઇન ભુવા પડવાનું કારણ છે.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નારણ પુરા પલ્લવ ચાર રસ્તા પાસે જ રોડમાં અચાનક ભુવો પડી જતાં ચાલુ કાર ફસાઇ હતી. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની પહોંચી ન્હોતી. સાથે સાથે અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં નાના મોટા 59 ભુવા પડ્યા છે.

    શહેરમાં છેલ્લા 6 વર્ષમાં 427 ભૂવા પડ્યા

    વર્ષ 2017-111
    વર્ષ 2016-58
    વર્ષ 2015-58
    વર્ષ 2014-49
    Published by:Ankit Patel
    First published:

    Tags: AMC Commissioner, Dent, Rain in Ahmedabad, Road, Vijay nahera, અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन