અમદાવાદ: GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ-અલગ થીમ પર ગરબાનું આયોજન

News18 Gujarati
Updated: October 9, 2018, 5:47 PM IST
અમદાવાદ: GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ-અલગ થીમ પર ગરબાનું આયોજન
આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણ પ્રદર્શિત કરાશે

આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણ પ્રદર્શિત કરાશે

  • Share this:
ગાંધીનગર: શારદીય નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા નવરાત્રિ મહોત્વનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રી મહોત્સવ 2018 વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. નવરાત્રિ મહોત્સવના ઉદ્ઘઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, આદિજાતિ વિકાસ,વન, પ્રવાસન મંત્રી સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે.

રાજય પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યુ કે આ વર્ષે ભારતમાં શ્રેષ્ઠ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ સ્થિત GMDC ગ્રાઉન્ડ ખાતે તા.10 ઓક્ટો.થી 18 ઓક્ટોબર સુંધી આયોજન કરવામાં આવ્યુ છે. આ નવરાત્રિ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, આદિજાતિ વિકાસ,વન, પ્રવાસન ,સ્ત્રી અને બાળ કલ્યાણ મંત્રી ગણપત વસાવા, સહકાર, રમત ગમત,વાહન વ્યવહાર મંત્રી ઈશ્વર સિંહ પટેલ, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, સાંસદ કિરીટ સોલકી, સંસદ પરેશ રાવલ, ઉપસ્થિત રહેશે.

જેમા અલગ-અલગ થીમ પર ગરબા આયોજીત કરાશે. ઉપરાંત આ આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારત મિશન હેઠળ છત્તીસગઢથી 18 કલાકારો, તેમજ 200થી વધુ કલાકારો રાજ્ય ભરમાંથી પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે.

તો બીજી તરફ આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણ પ્રદર્શિત કરવામા આવશે. જેને જોવા માટે લાખો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત આ કાર્યક્રમને નિહાળવા માટે રાજ્યભરમાંથી પરફોર્મન્સ પણ અનોખી રીતે રજૂ કરવામાં આવશે.

આ સાથે જ વધુમાં જણાવ્યુ કે બાળકો માટે બલનગરીનું પણ આયોજન કરાયુ છે .રોજ રાત્રે 9 વાગ્યાની મધ્યરાત્રી દરમિયાન શેરી ગરબા યોજવામાં આવશે. રોજ રાત્રે 11:45એ મહાઆરતી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્ફ્ટ સ્ટોલ, અને ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે 26 જેટલા વિવિધ સ્ટોલ પણ છે

ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ વિદેશ માંથી મોટી ખ્યાંમાં લોકો ઉપસ્થિત રહે છે. આ વર્ષે પણ આટલી મોટી સંખ્યામાં લોકો આ આયોજનને નિહાળવા આવશે. વર્ષ 2013માં 3 લાખ લોકો અને 2017માં 6.50 લાખ લોકોએ ભાગ લીધો હતો.
First published: October 9, 2018, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading