અલ્પેશ ઠાકોરને હરાવી રઘુ દેસાઇએ 2017ની ચૂંટણીના દગાનો ‘બદલો’ લીધો

Vijaysinh Parmar
Updated: October 26, 2019, 12:13 PM IST
અલ્પેશ ઠાકોરને હરાવી રઘુ દેસાઇએ 2017ની ચૂંટણીના દગાનો ‘બદલો’ લીધો
અલ્પેશ ઠાકોર-રઘુ દેસાઇ

અલ્પેશ ઠાકોરને હરાવનાર રઘુ દેસાઇની કહાની રસપ્રદ છે. 2017ની ચૂંટણી રઘુ દેસાઇએ પક્ષમાં નવા જ આવેલા અલ્પેશ માટે તેમની પરંપરાગત રાધનપુર બેઠક ખાલી કરી હતી અને પોતે બાજુની ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પણ....

  • Share this:
પ્રણવ પટેલ,અમદાવાદ: ગુજરાતમાં રાધનપુરની પેટા-ચૂંટણીમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને ઠાકોર સમાજનાં નેતા અલ્પેશ ઠાકોરને હરાવી કૉંગ્રેસનાં ઉમેદવાર રઘુ દેસાઇ ‘જાયન્ટ કિલર’ બન્યા છે.

રાજ્યના છ વિધાનસભા બેઠકોમાં પર પેટા-ચૂંટણી યોજાઇ હતી તેમાંથી ત્રણ બેઠકો પર કૉંગ્રેસનો વિજય થયો જ્યારે ત્રણ બેઠકો પર ભાજપનો વિજય થયો. આ છ બેઠકોમાં રાધનપુરની બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની હતી અને કૉંગ્રેસ કોઇ પણ ભોગે અલ્પેશ ઠાકોરને હરાવવા માંગતી હતી અને જ્યારે અલ્પેશ ઠાકોરની હાર નિશ્ચિત થઇ ત્યારે કૉંગ્રેસે દિવાળી ઉજવી હતી એમ કહીએ તો અતિશયોક્તિ નથી.

પણ અલ્પેશ ઠાકોરને હરાવનાર રઘુ દેસાઇની કહાની રસપ્રદ છે. 2017ની ચૂંટણી રઘુ દેસાઇએ પક્ષમાં નવા જ આવેલા અલ્પેશ માટે તેમની પરંપરાગત રાધનપુર બેઠક ખાલી હતી અને પોતે બાજુની ચાણસ્મા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પણ એ ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે રઘુ દેસાઇને દગો આપ્યો અને ચાણસ્મા બેઠક પર રઘુ દેસાઇ માટે પ્રચાર ન કર્યો અને ભાજપના ઠાકોર ઉમદેવારનો વિજય થયો હતો.

રઘુ દેસાઇએ જણાવ્યું કે, “મેં જ્યારે અલ્પેશ ઠાકોર માટે બેઠક બદલી ત્યારે શરત એવી થઇ હતી કે, હું રાધનપુરમાં તેમના માટે મારા સમાજમાં પ્રચાર કરીશ અને તેઓ અલ્પેશને મત આપે તેવી અપીલ કરીશ અને એવી જ રીતે,અલ્પેશ ઠાકોર મારા મત વિસ્તારમાં ઠાકોર સમાજમાં પ્રચાર કરશે અને મને મત આપવા માટે અપીલ કરશે પણ અલ્પેશે એવું ન કર્યું. કેમ કે, ભાજપના ઉમેદવાર ઠાકોર હતા એટલે મને દગો કર્યો. મેં એ ઘડીથી જ નક્કી કર્યું હતું કે, ભવિષ્યમાં આ દગાનો બદલો લઇશ,”.

“હું ગમ ખાઇને બેસી રહ્યો હતો. આ સમયે જ, અલ્પેશે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયો. રાધનપુરમાં પેટા-ચૂંટણી આવી. હું આ ઘડીની રાહ જોઇને બેઠો હતો. મેં મારી પાર્ટીને એટલું જ કહ્યું હતું કે, પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને હું મારા સંપૂર્ણ સહયોગ આપીશ અને અલ્પેશ ઠાકોરને હરાવવા મદદ કરીશ. પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી. મેં મારું વચન પાળ્યું અને 2017ની વિધાનસભાની ચૂંટણીનો બદલો લીધો,”. રઘુ દેસાઇએ જણાવ્યું.

45-વર્ષનાં રઘુ દેસાઇ પાટણ જિલ્લામાં આપેલા સમી તાલુકાનાં વરાણા ગામના વતની છે અને માલધારી સમાજમાંથી આવે છે. તેઓ અમદાવાદમાં રહે છે પણ તેમના મૂળિયા રાધનપુરમાં ઉંડા છે. અલ્પેશ ઠાકોરને 3807 મતોથી હાર આપી અને અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનું હાલ પુરતું રોળાઇ ગયું.કઇ બાબતો રઘુ દેસાઇ માટે નિર્ણાયક સાબિત થઇ ?

પેટા-ચૂંટણીના પ્રચાર દરમિયાન કેટલીક ઘટનાઓ રઘુ દેસાઇ માટે નિર્ણાયક સાબિત થઇ. “અમારા પંથકમાં એવો રિવાજ છે કે, જે ઉમેદવાર જીતે એના માટે જોખણા કરવાની બાધા રાખે. અલ્પેશ ઠાકોર જ્યારે 2017ની ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે 132 ગામના લોકોએ આવા જોખણાની બાધા રાખી હતી પણ ચૂંટણી જીત્યા પછી અલ્પેશ ઠાકોરમાં ઘંમડ આવી ગયું અને આમાના મોટાભાગના લોકોની બાધા પૂરી ન કરી. લોકો તેનાથી નારાજ હતી તે હું જાણી શક્યો. મેં આ ચૂટંણીમાં સેવક (રઘુ) વિરુદ્ધ શહેનશાહ (અલ્પેશ)નું સુત્ર આપ્યું. મેં લોકોને અપીલ કરી કે, તમે મને ચૂંટશો તો તમારી વચ્ચે જ રહીશ,” રઘુ દેસાઇએ તેમની જીતનો મંત્ર જણાવ્યો.

આ ઘટના બની ટર્નિંગ પોઇન્ટ

“ચૂંટણી પ્રચાર દરમિયાન એક ગામમાં મંદિરમાં કૉંગ્રેસનું ઠાકોર સમાજનું સંમેલન યોજ્યુ હતુ. આ સમંલેનમાં અલ્પેશની ઠાકોર સેનાના માણસોએ આવી ગુંડાગિરી કરી અને રસાઇમાં ધૂળ નાંખી દીધી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને તમામ સમાજના લોકોએ નોંધી લીધી. અન્ય સમાજનાં લોકોને લાગ્યું કે, હજુ ચૂંટણી જીત્યા નથી ત્યાં આટલી દાદાગીરી કરે છે તો ચૂંટણી જીત્યા પછી શું કરશે ?”. રઘુ દેસાઇએ માંડીને વાત કરી.

રાધનપુરમાં બિન-ઠાકોર મતો નિર્ણાયક સાબિત થયા અને અલ્પેશ ઠાકોરને મતના રાજકારણનો પરચો આપ્યો.
First published: October 26, 2019, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading