અમદાવાદમાં આવેલા આ હનુમાનજીના મંદિરે દરરોજ થાય છે ભક્તોની ભારે ભીડ, જાણો મહત્વ
અમદાવાદમાં આવેલા આ હનુમાનજીના મંદિરે દરરોજ થાય છે ભક્તોની ભારે ભીડ, જાણો મહત્વ
શનિવાર અને મંગળવાર સિવાય પણ ખૂબ જ ભીડ હોય
ચાંદખેડા વિસ્તારમાં જનતાનગરના પ્રવેશદ્રારમાં જય વીર (Jay Veer) ઝંડ હનુમાનજીનું મંદિર (Hanumanji Temple) આવેલું છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્રારમાં જમણી બાજુ ગણેશજી અને ડાબી બાજુએ કાળભૈરવ દાદા છે.
અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં જનતાનગરના પ્રવેશદ્રારમાં જય વીર (Jay Veer) ઝંડ હનુમાનજીનું મંદિર (Hanumanji Temple) આવેલું છે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્રારમાં જમણી બાજુ ગણેશજી અને ડાબી બાજુએ કાળભૈરવ દાદા છે. જ્યારે મંદિરના પ્રવેશદ્રારની ડાબા હાથે સંભવનાથ જૈન દેરાસર આવેલું છે. આ સાથે જ જમણાં હાથે શનિદેવનું મંદિર આવેલું છે. વીર ઝંડ હનુમાનજીના મંદિરમાં સવાર-સાંજ આરતી (Aarti) સમયે અનેક ભક્તો (People) આવે છે.
શનિવાર અને મંગળવાર સિવાય પણ ખૂબ જ ભીડ હોય
આ સાથે જ આ મંદિરમાં શનિવાર (Saturday) અને મંગળવારના (Tuesday) રોજ અનેક ભક્તોની ભારે ભીડ જામે છે. તમને જણાવી દઇએ કે આ મંદિરમાં દર શનિવારે સુંદરકાંડનો (Sundarkand) પાઠ કેતન કામલેની વ્યાસપીઠે થાય છે. આ મંદિરમાં ભક્તોની ગજબ આસ્થા વધી છે. કહેવાય છે કે આ મંદિરમાં શનિવાર અને મંગળવાર સિવાય પણ ખૂબ જ ભીડ હોય છે. ચાલુ દિવસોમાં પણ અહિંયા પગ મુકવાની જગ્યા હોતી નથી.
આ મંદિરમાં લોકો માથું ટેકતા જ એમને એક અલગ અનુભુતિ થાય છે. એક અહેવાલ મુજબ જનતાનગરના એક હનુમાન ભક્ત જાંબુઘોડા (Jambughoda) ગયા હતા. ત્યાં એમને હનુમાનજીની આ મૂર્તિ (Murti) ખૂબ ગમી ગઇ હતી. અને મનથી મક્કમ કરી લીધું હતું કે આવું જ એક મંદિર મારે ચાંદખેડામાં (Chandkheda) બનાવવું છે. ત્યારબાદ તેઓ બીજા ભક્તોને લઇને તેઓ ફરીથી જાંબુધોડા ગયા હતા અને તેમણે આ મંદિર બનાવ્યું હતું. ત્યારબાદ આ મંદિરનું (Temple) નિર્માણ થયું. જો કે આ મંદિર આજે પણ ભક્તોમાં ફેમસ થઇ ગયું છે.
જો તમે પણ ચાંદખેડાના જનતાનગરમાં આવેલા આ મંદિરે દર્શન કરવા ના ગયા હોવ તો તમારે એક વાર ચોક્કસથી અહિંયા જવું જોઇએ. આ મંદિરમાં હનુમાનજીને બે હાથ જોડવાથી જ મનને શાંતિ મળે છે અને તમારી અનેક મનોકામનાઓ (Wishes) પણ પૂરી થાય છે. માનવામાં આવે છે કે ચાંદખેડામાં આવેલું જય વીર ઝંડ હનુમાનજીનું (Hanumanji) આ મંદિરની વાત કંઇક અનોખી જ છે. આ મંદિર બનાવવાની પ્રેરણા જાંબુઘોડાના મંદિરથી ભક્તને પ્રેરણા મળી હતી. શ્રદ્ધા છે કે આ હનુમાનજીની અનેક લોકો બાધા રાખતા હોય છે અને પછી એમને જોઇએ એ ફળ મળતું હોય છે. તો તમે પણ એક વાર ચોક્કસથી આ મંદિરની મુલાકાત (Visit) લેજો અને દર્શન (Darshan) કરજો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર