Home /News /madhya-gujarat /

વિદ્યાર્થીઓએ સફાઇ કામદારોનો દુ:ખાવો ઓછો થાય તેવું ઝાડું બનાવ્યું

વિદ્યાર્થીઓએ સફાઇ કામદારોનો દુ:ખાવો ઓછો થાય તેવું ઝાડું બનાવ્યું

આ ઝાડુંનો ઉપયોગ કરવાથી સફાઈકામદારોના હાથ અને ખભ્ભામાં દુ:ખાવો ઓછો થઈ શકે છે.

અમદાવાદના બે વિદ્યાર્થીઓએ હની બી નેટવર્ક,સૃષ્ટી, અને GIANની સમર સ્કૂલમાં માત્ર 82 રૂપિયાાં તૈયાર કર્યુ ફ્લેક્સિબલ ઝાડું

    જય મિશ્રા, અમદાવાદ : ભણેલાં માણસો જ્યારે છેવાડાનાં માણસોના દુ:ખ ઓછા કરવામાં રસ દાખવશે તે દિવસે આ દૂનિયા અદભૂત બની જશે. આવા જ એક પ્રયત્નનાં ભાગરૂપે અમદાવાદના બે વિદ્યાર્થીઓએ સફાઇ કામદારોને સફાઇ કરતી વખતે શરીરનો દુખાવો ઓછો થાય તે માટે એક નવું ઝાડું વિકસાવ્યું છે. આ ઝાડુંનો એક પ્રોટોટાઇપ બનાવ્યો છે.

    આ બંને વિદ્યાર્થીઓએ હનીબી નેટવર્ક, સૃષ્ટી અને GIAN સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતી સમર સ્કૂલમાં ભાગ લીધો હતો અને આ સમયે તેમણે આ ઝાડું બનાવ્યું. તેની કિંમત માત્ર 82 રૂપિયા છે.

    કચરો સાફ કરતા કામદારો વાંસમાંથી બનેલું ઝાડું વાપરતા હોવાથી લાંબા ગાળે તેમને હાથ અને ખભ્ભાનો દુ:ખાવો થઈ જાય છે. આ સમસ્યાનું સમાધાન લાવવા અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ફ્લેક્સિબલ ઝાડું તૈયાર કર્યુ છે. અમદાવાદની જીએલએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના વિદ્યાર્થી હિતાર્થ પરીખ અને મિકેનિકલ એન્જિનિયરીંગના વિદ્યાર્થી ભાનું પ્રતાપે આ ઇનોવેશન કર્યું છે.

    આ પણ વાંચો :  રાજ્યમાં 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, NDRFની 15 ટીમ ખડેપગે

    ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં હિતાર્થ પરીખે જણાવ્યું, “કચરો સાફ કરવા માટે અનેક ટેકનોલોજી અને યંત્રો છે પરંતુ જે સફાઈકામદારો કચરો સાફ કરે છે તેમનો વિચાર કોઈ કરતું નથી. અમારે એક સમસ્યાનું સમાધાન કરવાનું હતું. તેથી અમે ફ્લેક્સિબલ ઝાડું તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો."

    હિતાર્થ અને ભાનુ પ્રતાપ સફાઈકામદારોની સમસ્યા સમજવા માટે તેમની સાથે 24 દિવસ રહ્યાં અને તેમની સમસ્યા સમજવાનો પ્રયાસ કર્યો.

    આ ઝાડુંની વિશેષતા શું છે ?

    સામાન્ય ઝાડું વાંસમાંથી તૈયાર થાય છે, જ્યારે આ ઝાડુંમાં મટિરિયલ તરીકે એલ્યુમિનિયમનો પાઇપ લેવામાં આવ્યો છે. આ પાઇપને યુનિર્વસલ જોઇન્ટ સાથે જોડી દેવામાં આવ્યો છે જેથી આગળના ભાગે હેન્ડલ સ્થિર રહે છે, જ્યારે નીચેનો ભાગ કોઈ પણ દિશામાં વાળી શકાય છે. આમ કરવાથી એક જગ્યાએ ઝાડું પકડીને તેને આસપાસના વિસ્તારમાં જે બાજું વાળવું હોય તે બાજું વાળી શકાય છે. આ ઝાડું તૈયાર કરવામાં ફક્ત 82 રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઝાડું તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને ઇન્ડો- જર્મન ટુલ રૂમની પણ મદદ મળી હતી.

    આ પણ વાંચો :  ગુજરાતનાં ખેડૂતે એક સાથે 60 ફૂટ વિસ્તારમાં દવા છાંટી શકાય તેવો પંપ બનાવ્યો

    બીજા ઝાડું તૈયાર કરી સફાઇ કામદારોને આપશે

    હિતાર્થ પરીખે જણાવ્યું કે અમે પ્રયોગાત્મક ધોરણે એક જ ઝાડું તૈયાર કર્યુ હતું પરંતુ પ્રો. અનિલ ગુપ્તાએ કહ્યું કે, આ પ્રકારનાં વધારે ઝાડું તૈયાર કરવા જોઈએ. તેથી અમે બીજા ચાર-પાંત ઝાડું તૈયાર કરી અને સફાઈ કર્મીઓને આપવાનું વિચારી રહ્યાં છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Broom, Innovation, Sweepers

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन