'મારી બોડીથી કંટાળી ગયો છું,' પાતળા બાંધાના યુવકે ડિપ્રેશનમાં ફાંસો ખાધો

News18 Gujarati
Updated: November 8, 2019, 3:18 PM IST
'મારી બોડીથી કંટાળી ગયો છું,' પાતળા બાંધાના યુવકે ડિપ્રેશનમાં ફાંસો ખાધો
19 વર્ષનો યુવક મૂળ લુણાવાડાનો વતની હતો અને અમદાવાદમાં નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદમાં નીટ પરીક્ષાની તૈયારી કરવા આવેલા યુવકે પાતળા શરીરના કારણે આપઘાત કર્યો, અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું 'મમ્મી પપ્તા માફ કરજો, મને ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવવું તે પણ કોઈએ શીખવાડ્યું નહીં'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ (Ahmedabad) શહેરમાં નીટ (NEET)ની પરીક્ષાની તૈયારી કરવા આવેલા મૂળ લુણાવાડા (Luanawada)ના યુવકે શરીરના પાતળા (Thin Body Type) બાંધાથી કંટાળી આપઘાત (sucide) કરી લેતા ચકચાર મચી છે. યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતાં પહેલાં માતાપિતા જોગ લખેલી અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ''મારી બોડીથી કંટાળી ગયો છું,સોરી મમ્મી-પપ્પા માફ કરજો'.

મૂળ લુણાવાડાના ચાટકાબેલી નાના વાડોદર ગામનો વતની ગૌરાંગ વણકર(19) એલેન ઈન્સ્ટિટ્યૂટમાં નીટની તૈયારી કરવા અમદાવાદ આવ્યો હતો અને હાલમાં તે થલતેજ મેનકા સોસાયટીમાં બીજા છોકરાઓ સાથે પીજીમાં રહેતો હતો. ગૌરાંગે 5 નવેમ્બરે રાતે 10.33 વાગ્યાની આસપાસ તેના રૂમમાં પંખા સાથે ચાદર બાંધી ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે પીજીના માલિક મેહેલ રસિક પંચાલે પોલીસને જાણ કરતા સોલા હાઈકોર્ટ પોલીસ આવી પહોંચી હતી. આ ઘટનાની જાણ ગૌરાંગના માતાપિતાને કરતા તેઓ અમદાવાદ આવ્યા હતા અને ગૌરાંગનો મૃતદેહ વતન લઇ ગયા હતા.

આ પણ વાંચો :  8 લાખ રૂ.ની લાંચના કેસમાં ફરાર જેતપુરના Dy.Sp ભરવાડ ACBમાં હાજર થયા

'સોરી મમ્મી-પપ્પા, મને માફ કરજો’

ગૌરાંગે આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી. જેમાં ગૌરાંગે લખ્યું હતું કે ‘સોરી મમ્મી - પપ્પા, મને માફ કરજો, હું મારી બોડીથી કંટાળી ગયો છું, કારણકે ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવવું તે પણ મને કોઇએ શીખવાડ્યું નહીં, એટલે હું આત્મહત્યા કરી રહ્યો છું’.આ પણ વાંચો : સુરત : પત્નીએ ફ્લાવરનું શાક તીખું બનાવ્યું, પતિએ તકરારમાં આપઘાત કરી લીધો

જાડા થવા માટેની દવા પણ લેતો હતો

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે ગૌરાંગ શરીરે પાતળા બાંધાનો હતો અને જાડા થવા માટે તેની દવા પણ ચાલી રહી હતી. પરંતુ દવાના કારણે કોઇ ફરક પડ્યો ન હતો. જો કે પાતળા શરીરના કારણે મિત્રો કે સાથે અભ્યાસ કરતા અને રહેતા યુવાનો તેની મજાક પણ ઉડાવતા હતા.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर