લો બોલો! અમદાવાદમાં તસ્કરો મરઘીઓ ચોરી ગયા, પોલીસે તપાસ શરૂ કરી


Updated: March 3, 2020, 11:29 AM IST
લો બોલો! અમદાવાદમાં તસ્કરો મરઘીઓ ચોરી ગયા, પોલીસે તપાસ શરૂ કરી
ત્યાં જ પોલ્ટ્રી ફાર્મ સંધના કુષ્ણ કુમારે કહ્યું કે લોકડાઉનના કારણે મરઘી ઉત્પાદકોને દર રોજ 25 લાખ રૂપિયાનું નુક્શાન થઇ રહ્યું છે. સરકારે આ લોકોની મદદ કરવી જોઇએ. તેમણે જણાવ્યું કે લોકડાઉનના કારણે આ ક્ષેત્રમાં લગભગ દસ હજાર લોકો બેરોજગાર બન્યા છે.

મરઘીની ચોરી અંગે વેપારીએ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

  • Share this:
અમદાવાદ : આમ તો રોકડા રૂપિયા કે દાગીનાની ચોરી થતી હોવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પણ હવે તો શહેરમાંથી મરઘીઓની પણ ચોરી થવા લાગી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મરઘીઓ કોઇ સોનાના ઇંડા આપતી નથી! છતાંય તસ્કરો મરઘીઓની ચોરી કરી છે. આ અંગે વેપારીને જાણ થતાં જ વેપારીએ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જમાલપુરમાં રહેતા ગુલામવારીસ કુરેશી ખંભાત ખાતે શાહીન ટ્રેડર્સ ધરાવી મરઘા ફાર્મ ખાતેથી મરઘા લાવી અલગ અલગ દુકાનોમાં તેને વેચવાનું કામ કરે છે. 29મી ફેબ્રુઆરીના રોજ તેણે 816 મરઘા ભરીને એક ટ્રક ખંભાતથી મંગાવી હતી. ડ્રાઇવર મોહમ્મદ રફીક જોધપુરવાલા આ ટ્રક લઇને ગોળલીમડા પહોંચ્યો હતો.

રાત્રે ત્રણ વાગ્યે ડ્રાઇવર પહોંચ્યો ત્યારે તેણે ગુલામવારીસને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં સવારે સાડા પાંચ વાગ્યે ફરી ડ્રાઇવરે ગુલામવારીસને ફોન કરીને જાણ કરી કે તે અને ક્લીનર ઇર્ષાદ કેબીનમાં સૂતા હતા ત્યારે ટ્રકમાંથી મરઘીઓની ચોરી થઇ છે.

ઘટનાની જાણ થતાં જ ગુલામવારીસ ત્યાં તાત્કાલિક પહોંચ્યા હતા. ત્યાં જઇને તેમણે તપાસ કરી અને બાદમાં પોલીસને જાણ કરી હતી. હવેલી પોલીસે ત્યાં જઇને તપાસ કરીને ગુલામવારીસની ફરિયાદ નોંધી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાટકીવાડના સાબીર નામના શખ્સે ચોરી કરી હોવાની માહિતી મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
First published: March 3, 2020, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading