અમદાવાદ : હવે તસ્કરો પણ અનલૉક, રામોલમાં ATM તોડવાનો પ્રયાસ


Updated: June 4, 2020, 1:20 PM IST
અમદાવાદ : હવે તસ્કરો પણ અનલૉક, રામોલમાં ATM તોડવાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

અનલૉક 1.0માં ચોરીના બનાવ : બે ચોર એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એલાર્મ વાગી જતાં બંને ભાગી ગયા.

  • Share this:
અમદાવાદ : શહેરમાં એક પછી એક ચોરી (Thief)ના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં બેંક અને એટીએમ મશીન (ATM Machine) પણ હવે તસ્કરોમાં નિશાને હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ ઓઢવમાં બેંક (Bank)માં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે તસ્કરોએ રામોલમાં એટીએમ મશીનમાં ચોરીનો પ્રયાસ કર્યો છે.

રામોલમાં આવેલી ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવી છે કે 25મી મેના વહેલી સવારે તેમની બેંકના એટીએમનું એલાર્મ વાગી રહ્યું હોવાની જાણ થતાં જ તેઓ બેંક પર પહોંચ્યા હતા. જ્યાં તેમને એલાર્મ બંધ કરી તપાસ કરતા એટીએમનો ફાઈબરનો દરવાજો તૂટેલો હતો. તેમજ એટીએમ મશીનનો લોખંડનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં પર સ્ત્રી સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હીરા દલાલની હત્યા

સીસીટીવી તપાસ કરતા તેમાં બે આરોપીઓ એટીએમ મશીનનો દરવાજો તોડવાનો પ્રયાસ કરતા હોય તેવું જોવા મળ્યું છે. જોકે, એલાર્મ વાગતા જ આ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે. આંમ એટીએમ મશીનમાં તોડફોડ કરી રૂપિયા 1 લાખનું નુકસાન પહોંચાડતા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : કૉંગ્રેસની બીજી વિકેટ પડી, અક્ષય પટેલ બાદ જીતુ ચૌધરીનું રાજીનામું
First published: June 4, 2020, 1:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading