અમદાવાદ: પત્નીના મૃત્યુ બાદ પતિ બન્યો ચોર, સંતાનોની જવાબદારી માટે બેન્કમાં કરી ચોરી

News18 Gujarati
Updated: November 12, 2019, 4:58 PM IST
અમદાવાદ: પત્નીના મૃત્યુ બાદ પતિ બન્યો ચોર, સંતાનોની જવાબદારી માટે બેન્કમાં કરી ચોરી
પત્નીના મૃત્યુ બાદ પતિ બન્યો ચોર

બાળકોને સાચવવા માટે કમાવવા જઇ શક્તો ન હતો. જેથી જવાબદારી માથે પડતા ચોરીના રવાડે ચઢ્યો હતો.

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદઃ નાના બાળકોને મોટા કરવાની જવાબદારી માતા-પિતા માટે ખુબ મહેનત માંગી લેતી હોય છે, પરંતુ પરિવારમાં બાળકની દેખભાળ રાખવાવાળુ કોઈ ન હોય ત્યારે માણસે એકલા હાથે બાળક મોટા કરવા ખુબ મુશ્કેલ થઈ જાય છે. નોકરી કરવી કે બાળકને સંભાળવું તે સૌથી મોટી મુશ્કેલી થઈ પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં પત્નીના મૃત્યુ બાદ પિતાના માથે બાળકોની જવાબદારી આવી અને તે જવાબદારી પુરી કરવા માટે ચોર બની ગયો.

થોડા દિવસો પહેલા શાહીબાગમાં આવેલી એક બેન્કમાં કેશ કાઉન્ટર પરથી ચોરી થઇ હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે તેની પત્નીના મોત બાદ તે જવાબદારી સંભાળી શક્તો ન હતો. બાળકોને સાચવવા માટે કમાવવા જઇ શક્તો ન હતો. જેથી જવાબદારી માથે પડતા ચોરીના રવાડે ચઢ્યો હતો.

તાજેતરમાં શાહીબાગ અને નવરંગપુરાની બેન્કોમા ચોરીની ઘટના બની હતી. શાહીબાગ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે નાદીરખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપીએ શાહીબાગની યશ બેન્કના કેશ કાઉન્ટર પરથી રૂ 1.64 લાખની રોકડ ચોરી કરી હતી. ચોરી કરતા નાદીરખાનના સીસીટીવી ફુટેજ પોલીસે કબજે કર્યા હતા. જેમા તે કાઉન્ટર પરથી રોકડ ભરેલી થેલી લઈને જતા દેખાયો હતો. જેને લઇને શાહીબાગ પોલીસે તપાસ કરતા કાલુપુરથી નાદીરખાનની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમા સામે આવ્યુ કે નાદીરખાન પોતાના 3 બાળકો અને પત્ની સાથે કાલુપુર પાંચકુવા નજીક નગીન મહોલ્લામા રહેતો હતો. મજૂરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. પરંતુ 3 વર્ષ પહેલા તેની પત્નીનુ મૃત્યુ બાદ નાદીરખાન ચોરીનો ધંધો શરૂ કર્યો હતો. સંતાનોની જવાબદારી નિભાવવા ચોરી કરતો હોવાની કેફીયત પોલીસને આપી રહયો હતો. પંરતુ મજૂરી કે ધંધો કરીને સંતાનો ઉછેર કરવાના બદલે ચોર બની ગયો.
Published by: kiran mehta
First published: November 12, 2019, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading