અમદાવાદ : વેપારી પાનના ગલ્લે મસાલો ખાતો રહ્યો ને ગઠિયો રૂ. 5 લાખ લઈ ફરાર

News18 Gujarati
Updated: September 17, 2019, 11:59 AM IST
અમદાવાદ : વેપારી પાનના ગલ્લે મસાલો ખાતો રહ્યો ને ગઠિયો રૂ. 5 લાખ લઈ ફરાર
સીસીટીવીમાં કેદ થયેલા ગઠિયા.

અમદાવાદના સોલા વિસ્તારના બનાવ, ગઠિયો સ્કૂટરની ડેકી તોડીને રૂ. પાંચ લાખ લઈને ફરાર થઈ ગયો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરમાં રૂ. પાંચ લાખની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક્ટિવાની ડેકી તોડીને ગઠિયા વેપારી બાજુમાં ઉભો હોવા છતાં રૂ. પાંચ લાખ લઈને ફરાર થઈ ગયો હતો.

ઘાટલોડિયા ચાણક્યપુરીમાં રહેતો એક વેપારી આંગડિયા પેઢીમાંથી પાંચ લાખ લઈને પાનના ગલ્લે મસાલો ખાવા ઉભો રહ્યો હતો. આ સમયે ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી રૂ. પાંચ લાખ લઈ ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે સોલા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ચાણક્યપુરીના શાયોના સીટીમાં રહેતા હરેશભાઈ ઠક્કર સીજી રોડ પર બિઝનેસ કરે છે. તેમણે ત્રણ મહિના પહેલા ભાવેશ ઠક્કરને પાટણનું મકાન વેચ્યું હતું. આ મકાનનું રૂ. પાંચ લાખનું પેમેન્ટ ભાવેશભાઈએ આંગડિયામાં મોકલ્યું હતું.

હરેશભાઈ આંગડિયા પેઢીમાંથી રૂ. પાંચ લાખનું પેમેન્ટ લઈને પોતાના મિત્ર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ ગુલાબ ટાવર પાસે પટેલ પાન પાર્લર પર રોકાયા હતા. તેમણે એક્ટિવાની ડેકીમાં પાંચ લાખ રૂપિયા મૂકી રાખ્યા હતા. આ સમયે બાઇક પર બે લોકો આવ્યા હતા અને તેમાથી એક શખ્સે ડેકીનું લોક તોડીને રૂ. પાંચ લાખ ચોરી લીધા હતા.

હરેશભાઈએ આ અંગે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસનું કહેવું છે કે આ મામલે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ કબજે લેવાયા છે.  સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિમાંથી એક વ્યક્તિએ હેલ્મેટ પહેરી રાખ્યાનું માલુમ પડે છે.
First published: September 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading