અમદાવાદ : કુરિયરની ચોરી કરી ગયેલા શખ્શને મળી એવી વસ્તુ કે જાણે લોટરી લાગી


Updated: July 14, 2020, 11:31 AM IST
અમદાવાદ : કુરિયરની ચોરી કરી ગયેલા શખ્શને મળી એવી વસ્તુ કે જાણે લોટરી લાગી
પ્રતિકાત્મક તસવીર

આ અંગેની ફરિયાદ નોંધાવાવમાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ થઇ રહી છે.

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) સી જી રોડ પર સાયકલ પાર્ક કરીને કુરિયરની ડિલિવરી (courier service) કરવા જવું એક વ્યક્તિ ને ભારે પડ્યું છે. સાયકલ પાર્ક કરી કુરિયર ની ડિલિવરી કરવા જતાં કોઈ અજાણ્યો ગઠિયો બેગમાંથી સાત જેટલા કુરિયર લઈ ને ફરાર થઈ ગયો છે.  હાલ આ અંગેની ફરિયાદ નોંધાવાવમાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ થઇ રહી છે.

દાણીલીમડા વિસ્તારમાં રહેતા અને છેલ્લા સત્તર વર્ષથી તિરુપતિ કુરિયરમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતા કિશનભાઇ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, 21મી માર્ચના દિવસે બપોર બાદ તેઓ કુરિયર ડિલિવરી કરવા માટે સીજી રોડ પર આવેલા બાલાજી હાઇટ્સમાં ગયા હતા.

આ પણ વાંચો - પોલીસ ભૂલ્યા માનવતા! માસ્ક માટે સગર્ભાની ગાડી રોકી, નવજાતનું મોત થતા પરિવારે અંબાજી પોલીસ સ્ટેશને કર્યો વિરોધ

કુરિયરની ડિલિવરી કરીને તેઓ પરત ફર્યા હતા ત્યારે જોયું હતું તો તેમની સાયકલ પર મુકેલી બેગ ખુલ્લી હતી અને તપાસ કરી તો તેમાંથી સાત જેટલા કુરિયર ગાયબ હતા.  ચોરી થયેલા આ કુરિયરમાં બેંક ઓફ બરોડાના બે લાખ બેત્તાલીસ લાખનાં ત્રણ ચેક હતા. જે ચેકના બેંક ઓફ બરોડા ઇસ્કોન બ્રાન્ચના ખાતા ધારક રામસેવકસિંહ નામના ખાતા ધારકે પૈસા ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ જુઓ - 
જોકે, સીસીટીવી તપાસમાં  દેખાઇ રહ્યું છે કે, એક ગઠિયો કુરિયરની ચોરી કરતો નજરે પડે છે. જ્યારે અન્ય કુરિયરમાં પણ અગત્યનાં બિલો અને દસ્તાવેજો હોવાનું ફરિયાદીનું માનવું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ભારતના એકમાત્ર Golden Tigerની તસવીરો
Published by: Kaushal Pancholi
First published: July 14, 2020, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading