અમદાવાદ : શહેર (Ahmedabad City)માં આશરે પાંચથી વધુ કિસ્સા એવા સામે આવ્યા છે, જેમાં નાગાબાવાના સ્વાંગમાં ગાડીમાં આવતા લોકો એડ્રેસ કે આશીર્વાદ આપવાના નામે બોલાવી વાતો કરી ગળામાંથી દાગીના લૂંટી ફરાર (Loot) થઈ જાય છે. અનેક બનાવો બન્યા તેમ છતાં પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) હજુ સુધી આ ગેંગ (Gang)ને પકડી શકી નથી. ત્યારે ફરી એકવાર શહેરમાં આ ગેંગના સભ્યોએ વધુ એક બનાવને અંજામ આપ્યો છે. આ વખતે ગાંધીનગર ના CRPF કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ (Principal)ને એડ્રેસ પૂછવાનાએ બહાને બોલાવી 37 હજારની સોનાની ચેઇન લૂંટી ગેંગ ફરાર થઈ ગઈ હતી.
ચાંદખેડામાં આવેલા શિવમ બંગલોમાં રહેતા અવધેશકુમાર પ્રસાદ ગાંધીનગરના CRPF કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. હાલ શાળાઓમાં લૉકડાઉનને કારણે રજાઓ હોવાથી તેઓ નિયમિત શાળાએ જતા ન હતા. ગઈકાલે સવારે તેમના ઘરેથી દૂધ લેવા નીકળ્યા હતા. દૂધ લઈને પરત ફર્યા અને તેમના ઘરનો ગેટ ખોલતા હતા ત્યારે એક ગાડી તેમની પાસે આવી હતી. તેમાં માસ્ક પહેરીને ડ્રાઈવર સીટ પર એક વ્યક્તિ બેઠો હતો. તેણે અવધેશકુમારને બોલાવ્યા અને અહીં નજીકમાં કોઈ આશ્રમ છે કે નહીં તેમ પૂછ્યું હતું. બાજુની સીટ પર ભભુતી લગાવીને કપડાં વગર બેઠેલા નાગાબાવા સામે ઈશારો કરી મહારાજને રોકાવું છે એટલે આશ્રમ હોય તો બતાવો તેમ કહ્યું હતું. બાદમાં અવધેશકુમારે નજીકમાં કોટેશ્વર મંદિરનો રસ્તો બતાવ્યો હતો.
બાદમાં નાગાબાવાના સ્વાંગમાં બેઠેલો યુવક ગુજરાતીમાં કઈ બોલ્યો હતો પરંતુ સરખુ ન સંભળાતા અવધેશકુમાર નજીક ગયા હતા. આ સમયે બાવાએ તેમની સોનાની ચેઇન લૂંટી અને કાર ભગાવી મૂકી હતી. આખરે અવધેશકુમારે આ અંગે ચાંદખેડા પોલીસનો સંપર્ક સાધી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક ગેંગ કે કુખ્યાત શખ્સો દ્વારા પોલીસને ચેલેન્જ આપવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા પણ અનેક ગુના આચરવામાં આવ્યા છે પણ પોલીસ તે લોકો સુધી ન પહોંચી શકતા પોલીસના નાકે દમ આવી ગયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર