ગાંધીનગરઃ ચોરી માટે આવેલા ચોરે સીસીટીવી જોઈને કર્યો ડાન્સ!

News18 Gujarati
Updated: October 8, 2018, 10:59 AM IST
ગાંધીનગરઃ ચોરી માટે આવેલા ચોરે સીસીટીવી જોઈને કર્યો ડાન્સ!
સીસીટીવી સામે ડાન્સ કરી રહેલો ચોર

  • Share this:
ગાંધીનગરઃ સીસીટીવીને કારણે અનેક બનાવોમાં આરોપીઓ સુધી પહોંચવાનું કામ સરળ બની રહ્યું છે. જોકે, ચોર કે બીજા અસામાજિક તત્વોને સીસીટીવીનો કોઈ ડર હોય તેવું લાગી રહ્યું નથી. ગાંધીનગર ખાતે રવિવારે રાત્રે એક ફ્લેટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. આ દરમિયાન એક ચોર સીસીટીવી સામે ડાન્સ કરતો કેદ થઈ ગયો હતો.

આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે સરગાસણ ખાતે આવેલા રત્નરાજ ફ્લેટના છ મકાનોનાં તાળા તોડીને આ ગેંગે ચોરી કરી હતી. તસ્કરો કુલ 2.41 લાખની રોકડ તેમજ માલમત્તાની ચોરી કરી ગયા હતા.

ચોરીની આ આખી ઘટના ફ્લેટના પ્રવેશ દ્વારા પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી જોઈ શકાય છે કે પાંચ જેટલા લોકો સીસીટીવીથી મોઢું છૂપાવતા ફ્લેટમાં પ્રવેશ કરે છે. પાંચેય ચોર આશરે અડધો કલાક સુધી અંદર રહીને છ જેટલા ફ્લેટના તાળા તોડે છે.

ચોરી કરીને પલાયન થતાં પહેલા પાંચ લોકોમાંથી એક વ્યક્તિ સીસીટીવી કેમેરાને જોઈને ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન તેણે પોતાની ઓળખ છૂપાવવા માટે માથે કોઈ કપડું ઓઢી રાખ્યું હતું. આવું કરીને આ ચોર કદાચ પોલીસને પડકાર ફેંકી રહ્યો છે કે હિંમત હોય તો મને પકડીને બતાવો.
First published: October 8, 2018
વધુ વાંચો
अगली ख़बर