ગાંધીજીએ કેમ આ સ્થળે જ સ્થાપ્યો સાબરમતી આશ્રમ, શું હતું કારણ?

News18 Gujarati
Updated: October 1, 2019, 11:55 AM IST
ગાંધીજીએ કેમ આ સ્થળે જ સ્થાપ્યો સાબરમતી આશ્રમ, શું હતું કારણ?
ગુજરાતી ભાષા મારફતે દેશમાં વધારે લોકોની સેવા કરી શકાશે તેવું ગાંધીજી માનતા હતા.

વારાણસી સહિત અનેક જગ્યાએ ભ્રમણ કર્યા બાદ અમદાવાદના સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપવામાં આવ્યો

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : દેશની આઝાદી માટે કોઈ એક જગ્યાએ સ્થિર થવું જરૂરી હતું. આઝાદી માટે અનેક ચળવળોને વેગ આપવા અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપવાનું નક્કી કરાયું. ગાંધીજીએ આશ્રમ માટે કેમ આજ સ્થળ પસંદ કર્યું તે જાણવું પણ એટલુ જ રસપ્રદ છે.

વારાણસી સહિત અનેક જગ્યાએ ભ્રમણ કર્યા બાદ અમદાવાદના સાબરમતી નદીના કિનારે આશ્રમ સ્થાપવામાં આવ્યો. અહીં આશ્રમ સ્થાપવા માટે ગાંધીજી માનતા હતા કે તેઓ પોતે ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે તેઓ દેશમાં વધારેમાં વધારે લોકોની સેવા કરી શકશે.

આ ઉપરાંત, અમદાવાદ પહેલા હાથ વણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં સારી રીતે થઈ શકશે તેવું તેઓ માનતા હતા. અને ગુજરાતનું પાટનગર હોવાથી અહીં ધનાઢ્ય લોકો ધનની વધુ મદદ કરી શકશે તેવી તેમને આશા હતી. ગાંધીજીના જીવનમાં 2 વસ્તુઓ ખૂબ જ મહત્વની હતી. એક સત્યાગ્રહ માટે જેલ જાઓ અને બીજું સ્મશાન...

સાબરમતી આશ્રમની હાલની જગ્યા આ બંને વસ્તુઓથી નજીક હતી. એક તરફ સાબરમતી જેલ હતી અને બીજી તરફ દધિચી ઋષિના આશ્રમ નજીક સ્મશાન હતું. જેથી આશ્રમ સ્થાપવા માટે આ સાનુકૂળ જગ્યા હતી.

આ અંગે સાબરમતી આશ્રમના ડાયરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું કે આ જગ્યા પસંદ કરવાનું મહત્વનું કારણ છે સ્વદેશી કાપડનું અભિયાન. તેમને અહીં આવ્યા પછી ચરખાનું ખાદીના પ્રચાર પ્રસારનું કામ કરવું હતું. જે ચરખાના કામ દ્વારા લોકોને સુતરમાંથી ખાદી વણાટની કામગીરી શીખવવી અને વિદેશી કાપડનો બહિષ્કાર કરવો. તે સમગ્ર માટે માળખું તૈયાર કરવા આશ્રમ માટે અમદાવાદ પર પસંદગી ઉતારી. આમ એક સાથે અનેક પ્રવૃત્તિઓ માટે આશ્રમ સ્થાપવા આ જગ્યાની પસંદગી કરાઈ.

આ પણ વાંચો,Gandhi@150: આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સૌથી પહેલા આ આશ્રમની સ્થાપના કરી હતી
ચંપારણ સત્યાગ્રહથી દાંડી માર્ચ સુધી, અનેક ચળવળોનો સાક્ષી રહ્યો છે સાબરમતી આશ્રમ
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading