અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં આજે રહેશે પાણી કાપ, AMCએ શું કરી વૈકલ્પિક વ્યવસ્થા?

અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં આજે રહેશે પાણી કાપ, AMCએ શું કરી વૈકલ્પિક વ્યવસ્થા?
એએણસીની ઓફિસ

અમદાવાદ શહેરમાં નવી પાણી લાઇન અને રીપેરીગ કાગમીરી માટે પાણી કાપ મુકાયો છે.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં ચાર ઝોનમા આજે ગુરુવારે સવાર અને સાંજ પાણી કાપ (water cut) રહેશે . અમદાવાદ શહેરમાં (Ahmedabad city) નવી પાણી લાઇન અને રીપેરીગ કાગમીરી માટે પાણી કાપ મુકાયો છે. એએમસી અધિકારી હરપાલસિંહ ઝાલાએ માહિતી આપતા કહ્યું હતુ કે કોતરપુર વોટર વર્કસમાં આવેલ ૨૦૦ એમ એલ ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતી ૨૦૦૦ મીમી વ્યાસની એમ એસ પાઇપલાઇનમાં રો વોટર પંપ હાઉસ પાસે લીકેજ રીપેરીગની કામગીરી કરવમાં આવનારી છે.

આ ઉપરાત ૨૦૦ એમ એલ ડી પ્લાન્ટ વોટર પુરુ પાડતી ૨૦૦૦ મીમી વ્યાસની લાઇનમાંથી રો વોટર પંપ હાઉસ જોડાણ કરેલ પાઇપનો પ્લેટ કટીંગની કામગીરી, નરોડ વર્કશોપથી સીટીએમ તરફ જતી ૨૧૦૦ મીમી વ્યાસની લાઇન પર કૃષ્ણ નગર , લિલા નગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સ્ટેશનના શિફ્ટ કરેલ લાઇનની કામગીરી કરવામાં આવશેતેમજ વિરાટનગર ચાર રસ્તા પર ૮૦૦ મીમી લાઇનનું ૨૧૦૦ મીમી વ્યાસની લાઇન સાથે જોડાણ કરેલ જગ્યાએ પ્લેટ કટીગની આવનાર ૨૨૦૦ મીમી વ્યાસની ઈસ્ટર્ન ટ્રંક મેઇન્સ સાથે જોડાણની કામગીરી ૪ માર્ચના રોજ કોતરપુર ૨૦૦ એમ એલ ડી પ્લાન્ટમા શટડાઉન લઇ તથા ૬૫૦ એમ એલ ડી પ્લાન્ટમા ઇસ્ટ્રન સાઇડ ૫૦ ટકા પંપીગ ચલાવી કરવાની થતી હોય છે .

આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ શહેરમાં ઉત્તર ઝોન , પૂર્વ ઝોન , દક્ષિણ ઝોન તથા મધ્ય ઝોનના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી ૪ માર્ચના રોજ પાણીનો સવાર અને સાંજનો સપ્લાય બંધ રહેશે .આગામી ૫ માર્ચ રોજ સવારનો પાણીનો જથ્થો ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામા આવશે.એએમસી દ્વારા ચાર વોર્ડમા વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે . એએમસી પોતાના બોર ચોવીસ કલાક ચાલુ રાખશે . અને શક્ય બંને તેટલો પાણીનો જથ્થો ચાર વિસ્તારમાં અપાશે . ચાર ઝોન બાદ અન્ય ઝોન પશ્ચિમ ઝોન , દક્ષિણ પશ્ચિમ ઝોન , અને ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં પાણી રાબેતા મુજબ મળશે.
Published by:ankit patel
First published:March 04, 2021, 00:20 am

ટૉપ ન્યૂઝ