સ્કૂલમાં ચાલતુ હતું બોગસ કોલ સેન્ટર, 7થી 8 વિદેશી કુતરાઓ કરતા હતા સુરક્ષા

News18 Gujarati
Updated: November 16, 2019, 7:33 PM IST
સ્કૂલમાં ચાલતુ હતું બોગસ કોલ સેન્ટર, 7થી 8 વિદેશી કુતરાઓ કરતા હતા સુરક્ષા
વિદેશી નાગરિકોને ફોન કરી લાખો રૂપિયા પડાવતા હતા. કોઇ સપનામાં પણ ના વિચારી શકે તેવું કૌભાંડ બહાર આવ્યું છે. પાલડીની અંકુર સ્કુલમાંથી

વિદેશી નાગરિકોને ફોન કરી લાખો રૂપિયા પડાવતા હતા. કોઇ સપનામાં પણ ના વિચારી શકે તેવું કૌભાંડ બહાર આવ્યું છે. પાલડીની અંકુર સ્કુલમાંથી

  • Share this:
નવિન ઝા, અમદાવાદ: અત્યાર સુધી બોગસ કોલ સેન્ટર અનેક પકડાયા હશે. પણ અમદાવાદની સાઇબર સેલે પાલડીની અંકુર સ્કુલમાં ચાલતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સમગ્ર કાંડમાં કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેઓ વિદેશી નાગરિકોને ફોન કરી લાખો રૂપિયા પડાવતા હતા. કોઇ સપનામાં પણ ના વિચારી શકે તેવું કૌભાંડ બહાર આવ્યું છે. પાલડીની અંકુર સ્કુલમાંથી. જ્યાં અમદાવાદની સાઇબર સેલે દરોડો પાડી રાતના સમયે ચાલતા બોગસ કોલ સેન્ટરના સાગરીતોને રંગે હાથ ઝડપી પાડ્યા. જેઓ વિદેશના લોકોને છેતરીને તેમની પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવતા હતા. સમગ્ર કૌભાંડમાં અંકુર સ્કુલના ટ્રસ્ટી મંડળના જ સુપુત્રને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, જેનું નામ છે વિરાજ દેસાઇ. વિરાજ દેસાઇને સાથ આપ્યો તેના સાગરીતો પપ્પુ ચૌધરીએ કે જે અગાઉ પણ બોગસ કોલ સેન્ટરના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. વિરાજ માત્ર બારમુ ધોરણ પાસ છે પરંતુ તેના માતા અંકુર સ્કુલમાં ટ્રસ્ટી હોવાના નાતે તેણે શાળાનેજ બનાવી દિધુ કોલ સેન્ટર.

આરોપીઓએ એક બોગસ વેબસાઇટ પણ ઉભી કરવામાં આવી હોવાનું ખુલ્યુ છે. અમેરિકાની Green day online.comની ક્લોનીંગ વેબસાઇટ બનાવી હતી જેનું નામ છે, us.netcashloan.comનામની વેબસાઇટ ઉભી કરવામાં આવી હતી. જેના થકી જે અમેરિકન નાગરિકો આ વેબસાઇટ પર વિઝિટ કરે કે તેમનો તમામ ડેટા તેઓ મેળવી લઇ તેમને લોન ઓફર કરી પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા પડાવતા હતા. આખાય કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો વિરાજ દેસાઇ જમીન દલાલીનું પણ કામ કરે છે. બીજો આરોપી છે મોનુ ઓાઝા જે IT એક્સપર્ટ છે. તેણે બોગસ વેબસાઇટ બનાવી હતી. આ સાથે જ આરોપી પપ્પુ ચૌધરી વિરાજને લેપટોપ ભાડે આપતો હતો, પોલીસે રોહિત ભાટી અને અજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.

પોલીસે મંથન નામના યુવકની પણ ધરપકડ કરી છે જે દિવસના સમયે સ્કુલમાં પટાવાળાની નોકરી કરતો હતો અને રાત્રે તે કોલ સેન્ટરમાં જતો હતો. રાજદિપસિંહ ઝાલા, ડીસીપી, સાયબર સેલ નું કેહવું છે કે, આ લોકો 2 રીતે છેતરપિંડી કરી રહયા હતા જેમાં એક ssn નંબર બંધ કરી દેવાની ધમકી આપતા હતા. આરોપીઓ કહેતા હતા કે, તમે જે કાર ભાડે કરી હતી તેમાં લોહી ના નિશાનો મળી આવ્યા છે અને ડ્રગ મળી આવ્યું છે જેથી તમે રૂપિયા આપો નહીં તો ssn નંબર બંધ થઈ જશે.

ધરપકડ કરાયેલા આરોપીઓના મતે તેઓ છેલ્લા 25 દિવસથી અંકુર સ્કુલમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા. દિવસે શાળા ચાલતી હતી અને રાતના સમયે અંકુર સ્કુલમાં ચાલતું કોલ સેન્ટર. પોલીસના દાવા મુજબ આરોપીઓ કોલ સેન્ટર થકી રોજના 25 થી 30 વિદેશી નાગરિકોને ફોન થકી ડરાવી, ધમકાવી, ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા. હવે સવાલ એ છે કે, પોલીસે સ્કુલ સંચાલકો વિરુદ્ધ કોઇ ગુનો દાખલ કરે છે કે નહીં જેમની રહેમનજર હેઠળ વિરાજે શિક્ષણ ધામને બદનામ કર્યું.
First published: November 13, 2019, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading