Home /News /madhya-gujarat /

અમદાવાદ : NRIના લોકરમાંથી 30 લાખના દાગીના ઉપાડી ચોરે માતાજીનો ફોટો અને રૂ. 101 મૂક્યા

અમદાવાદ : NRIના લોકરમાંથી 30 લાખના દાગીના ઉપાડી ચોરે માતાજીનો ફોટો અને રૂ. 101 મૂક્યા

IDBIની બેંકમાં ચોરે દાગીના ઉપાડી ભક્તિભાવ દર્શાવ્યો કે પછી નિશાની છોડી તે તપાસનો વિષય

નવરંગપુરાની IDBI બેંકની ઘટના, 50 તોલાથી વધુ સોનું, 8 કિલો ચાંદીની ચોરી, બે વર્ષથી બેંકનું લોકર ઓપરેટ કરાયું ન હતું, ચાવીથી ન ખૂલતા લોકર મિસ્ત્રી પાસે તોડાવ્યું હતું.

અમદાવાદઃ અમેરિકામાં સ્થાયી નવરંગપુરાની મહિલાનાં આઈડીબીઆઈ બેંકના લોકરમાંથી 50 તોલા સોનું, 8 કિલો ચાંદી મળીને 30 લાખની ચોરી થઇ છે. મહત્વની વાત તો એ છે કે,આ લોકર તોડવામાં આવ્યું ન હતું. 2 વર્ષ અગાઉ મહિલા લોકરમાં દાગીના મૂકીને અમેરિકા ગઈ હતી. જ્યારે 5 દિવસ પહેલા લોકર ઓપરેટ કરવા પહોંચ્યા ત્યારે ખૂલ્યું જ નહીં. જેથી બેંકે મિસ્ત્રીને બોલાવીને લોકર તોડાવ્યું તો તેમાં સોનું - ચાંદી ન હતા. પરંતુ માતાજીનો એક ફોટો અને 101 રૂપિયા હતા.

આ બનાવની વિગત એવી છે કે શહેના નવરંગપુરામાં આવેલા વર્ધમાન ફ્લેટમાં રહેતા તૃપ્તિબહેન રમેશભાઇ મહેતા 20 વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયાં છે. અમેરિકામાં પર્યાવરણ ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કુટુંબના સભ્યો અમદાવાદ રહેતા હોવાથી તેઓ અવારનવાર અમદાવાદ આવે છે. તૃપ્તિબહેને 2016માં નવરંગપુરા સીજી રોડ બોડીલાઈન ચાર રસ્તાથી ગુલબાઈ ટેકરા તરફ જતા રોડ પર આવેલી આઈડીબીઆઈ બેંકમાં લોકર રાખ્યું હતું, જેનો નંબર 520 હતો.

આ પણ વાંચો :  નમસ્તે ટ્રમ્પ: 24 ફેબ્રુ.એ અમદાવાદ આ 9 રસ્તાઓ બંધ રહેશે! જાણો - અન્ય વૈકલ્પિક માર્ગ કયો રહેશે?

ત્યારબાદ નવેમ્બર 2017માં તેઓ અમદાવાદ આવ્યાં ત્યારે તે લોકરમાં 50 તોલા વજનના સોનાના દાગીના અને 8 કિલો ચાંદીના દાગીના, વાસણો મૂક્યા હતા.નિયમ મુજબ વર્ષમાં એક વાર લોકર ખોલવાનું હોવાથી બેંક કર્મીની હાજરીમાં તેમણે લોકર ખોલવાની કોશિષ કરી હતી પણ લોકર ન ખૂલતા અધિકારીઓએ મિસ્ત્રીને બોલાવી તેને તોડ્યું હતું. તે વખતે તૃપ્તિબહેન પણ હાજર હતા. જો કે લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ જણાઇ આવી ન હતી. નવાઇની વાત તો એ છે કે લોકર તુટ્યું ન હતું તેમ છતાં બેંક કર્મીઓની ભૂલને કારણે ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે પહેલા અરજી લીધી હતી અને બાદમાં તપાસ કર્યા બાદ જ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ચોરની આ ઘટનાથી પોલીસ પણ વિચારમાં મૂકાઈ ગઈ હતી.


ચાવીથી લોકર ન ખૂલતા મિસ્ત્રીને બોલાવી તોડાવ્યું હતું

જ્યારે તેઓ તાજેતરમાં અમેરિકાથી આવ્યાં બાદ તેઓ 12 ફેબ્રુઆરીએ લોકર ઓપરેટ કરવા બેંકમાં ગયાં હતાં, પરંતુ તેમની અને બેંકની બંનેની ચાવીથી લોકર ખૂલ્યું ન હતું. આથી બેંકના અધિકારીઓએ મિસ્ત્રીને બોલાવી તૃપ્તિબહેનની હાજરીમાં લોકર તોડ્યું તો તેમાં દાગીના ન હતા. પરંતુ માતાજીનો ફોટો અને 101 રૂપિયા જ હતા. આ જોઇને તૃપ્તિબહેનનાં તો હોશ ઊડી ગયા હતા. તેમણે બેંક સત્તાવાળાને કહ્યું કે લોકરમાંથી દાગીના ચોરાયા છે. પરંતુ તેઓ વાત માનવા તૈયાર જ ન હતા.

520 નંબરનું લોકર ચાવીથી ન ખૂલતા મિસ્ત્રીને બોલાવી અને તાળુ તોડાવ્યું હતું.


આ પણ વાંચો :  અમદાવાદ : 'દયા ડાકણને ખાય', સોનાના બનાવટી સિક્કા પધરાવી મિત્રએ 4.95 લાખની ઠગાઈ કરી

તેમના જ લોકર પર ગોબા પડ્યા છેનવરંગપુરા પોલીસનું કહેવું છે કે બીજા લોકરની બહારની બોડી નોર્મલ હતી, પરંતુ તૃપ્તિબહેનનાં લોકરની બહારની બોડીનો ભાગ તૂટેલો અને ગોબો પડેલો હતો, તે જોતાં જ કંઇક અજુગતું લાગતું હતું.

અમદાવાદ :  સુરત : મનપાની ટ્રેઇની મહિલા કર્મચારીઓને મેડિકલ ટેસ્ટમાં નિર્વસ્ત્ર કરાઈ, વિવાદિત સવાલો પૂછાયા

બેંકમાં 520 નંબરના બે લોકર હતા

બેંકનું લોકર 1 વર્ષમાં એક વખત ઓપરેટ કરવું ફરજિયાત છે. તૃપ્તીબહેનનું લોકર 2 વર્ષથી ઓપરેટ થયું નહીં હોવાથી રિઝર્વ બેંકે 2 નોટિસ મોકલી છે. બેંક સત્તાવાળાએ તેમને કહ્યું કે, સીસીટીવી ફૂટેજનો 90 દિવસનો રેકોર્ડ અમારી પાસે રહે છે. જેથી તે રેકોર્ડ ચેક કરીશું, પરંતુ જો તે પહેલાના સમયમાં કોઇ આવ્યું હોય તો તેના ફૂટેજ મળી શકે તેમ નથી. તો આ તરફ તૃપ્તિબહેનનાં જણાવ્યા અનુસાર બેંકમાં 520 નંબરનાં 2 લોકર છે. એક વાર તેમણે ભૂલથી બીજા 520 નંબરનું લોકર ઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે લોકર ખૂલ્યું ન હતું.
Published by:Jay Mishra
First published:

Tags: OMG, અમદાવાદ, ગોલ્ડ, ચોરી

આગામી સમાચાર