Home /News /madhya-gujarat /

અમદાવાદ : અલીબાબાના 40 ચોરોને પણ પાછા પાડે એવો ચોર, ચાલીસ ચોરી કબૂલી, સ્ટાઇલ ખતરનાક

અમદાવાદ : અલીબાબાના 40 ચોરોને પણ પાછા પાડે એવો ચોર, ચાલીસ ચોરી કબૂલી, સ્ટાઇલ ખતરનાક

ચોર પીલ્લઈએ જાત જાતની ચોરીઓની કબૂલાત કરી હતી. વાંદરીપાનું હતું મુખ્ય ઓઝાર

ચોરી કરી અને હૂલિયો બદલી નાંખતો ચોર, ફક્ત બે ઓજારો સાથે ચોરી કરતો અને ત્યારબાદ લોકોની વચ્ચે ભળી જતો

અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર એક શાંતિર શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાથેજ ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે કરી 40થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અજિત પીલ્લાઇ નામના ધરફોડીયાની RTO સર્કલ પાસેથી બાતમી આધારે ધરપકડ કરી છે. આરોપી મૂળ કેરાલા અને વર્ષોથી પરિવાર સાથેજ અમદાવાદમા રહેતો હતો. આરોપીએ અત્યાર સુધી 40 જેટલી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે.

જેમાં અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચોરી કરી હતી . નોંધનીય છે આરોપી પોષ વિસ્તારમાંજ એકલો ચોરી કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોતાની અલગ જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરવા વહેલી સવારે નીકળતો.ખાસ પોલીસની કે અન્ય કોઈની નજરમાં ના આવે તે માટે એકલો જ ચોરી કરવા પોતાનું હથિયાર વાંદરી પાનું અને ડિસમિસ લઈ નીકળતો.

એટલું જ નહીં અજિત પિલ્લાઈ પોતાની ઓળખ છૂપાવા ચોરી કરી હુલિયો બદલવા ટોપી અને માસ્ક બાંધી દેતો અને વાહનમાં નંબર પ્લેટ બદલી કામ વગર પણ અનેક ગલીઓમાં આંટા મારતો જેથી પોલીસથી બચી શકે.

આ પણ વાંચો :  સુરત : ચીન સામે વિરોધનો જ્વાળામુખી, વરાછામાં ચાઇનીઝ TV તૂટ્યા, ચીની ઝંડો સળગાવાયો

આરોપી અજીત  લોકડાઉન દરમિયાન અનેક ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો હતો. પરંતુ અગાઉ પણ બે વખત તેની ધરપકડ થઈ ચૂકેલી છે. અગાઉ વડોદરા અનેક વિસ્તારોમાં પણ ઘરફોડ ચોરીઓની પોતાની આ જ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવતા બધું જ ગુનાનો ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  મહિલાઓ માટે સારા સમાચાર, સુરતની સાડીઓ કોરોનાથી 'બચાવશે', ખાસ કીટ સાથે મળશે પરિધાન
Published by:Jay Mishra
First published:

Tags: Lockdown, અમદાવાદ, ગુનો, ચોરી, પોલીસ

આગામી સમાચાર