ધોળકા : કારમાંથી 40 તોલા સોનાની ચોરી, હાર્ડવેરના વેપારીની ગાડીમાંથી પેકેટ કાઢતો ચોર વીડિયોમાં દેખાયો

News18 Gujarati
Updated: October 21, 2020, 9:21 PM IST
ધોળકા : કારમાંથી 40 તોલા સોનાની ચોરી, હાર્ડવેરના વેપારીની ગાડીમાંથી પેકેટ કાઢતો ચોર વીડિયોમાં દેખાયો
પોલીસે ફરિયાદ નોંધી અને ઠગને ઝડપી પાડવા કવાયત કરી

ઘટનાનો ચોંકાવનારો CCTV વીડિયો, કાર પંચર પડતા વેપારીએ ઊભી રાખી હતી ત્યારે ઠગ પર્સ લઈને નીકળી ગયો

  • Share this:
અમદાવાદ : સોનામાં આગઝરતી તેજી (Gold-Silver Price) વચ્ચે આજે રાજ્યમાં સોનાની લૂંટ અને ચોરીના બે મોટા બનાવ સામે આવ્યા છે. પ્રથમ બનાવ સવારે જેતપુરની બજારમાં બન્યા બાદ બપોર પડતા સુધીમાં અમદાવાદના ધોળકામાં (Dholka Gold Theft) પેટ્રોલ પંપ પર પંચર કરાવાવ ઊભી રાખેલી કારમાંથી સોનું ચોરી અને ગઠિયો છૂમંતર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના મંગળવારની છે જેમાં એક હાર્ડવેરના વેપારીની કારમાંથી સોનાનું પેકેટ ચોરીને ભાગતો ગઠિયો જોવા મળ્યો હતો. ગઠિયો જાણભેદું હોવાની સંભાવના છે કારણ કે વેપારી બેંકમાંથી સોનું લઈને નીકળ્યા અને પંચર પડતા ઊભા રહ્યા હતા ત્યારે તેમની કારમાં સોનું છે તેવી બાતમી અગાઉથી હોય તો જ આ પ્રકારની ચોરી શક્ય છે. આ ઘટનાના ચોંકાવનારો સીસીટીવી વીડિયો (CCTV Video of Dholka Gold Theft) સામે આવ્યો છે. ચોરી કરનાર શખ્સ પેટ્રોલ પમ્પના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

ધોળે દિવસે થયેલી આ ચોરીનો વીડિયો જોતા જણાય છે કે સૌની નજરની વચ્ચે ગઠિયો કારનો ડાબી બાજુનો આગળનો દરવાજો ખોલી અને દાગીનાનું પેકેટ લઈને ચાલતા ચાલતા બિંદાસ્ત રફૂચક્કર થઈ જાય છે. ધોળેદિવસે થયેલી આ ચોરીએ ચકચાર મચાવી છે.

આ પણ વાંચો :  ખંભાળિયા : લોખંડની સીડી વીજ તારને અડકી જતા યુવકનું મોત, વિચલિત કરતો CCTV વીડિયો

આ મામલે પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી અને ચોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.જોકે, આ ઘટના ચેતવણી સમાન પણ છે સાથે ચોંકાવનારી છે. આટલી મોટી માત્રાનું સોનું જે ગાડીમાં હોય તેને સેન્ટ્રલ લોકિંગ કે સામાન્ય રીતે લોક કરવાના બદલે રસ્તે એમ જ મૂકી દેવાનું પરિણામ વેપારીએ ભોગવ્યું છે.સવારે જેતપુરમાં મરચાની ભુકી છાંટી 40 લાખના સોનાની લૂંટ થઈ હતી

જેતપુર શહેરમાં આજે વહેલી સવારના ખુલતી (Jetpur Gold Loot) અને ધમધમતી બજારે 35 લાખના સોનાની લૂંટ થઈ છે. જેતપુરના નાના ચોક પાસે ઘટેલીની આ ઘટનામાં ધોરાજીથી સોનાના દાગીનાનું ટ્રેડિંગ કરવા આવેતા વેપારીને 2 અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટી અને લૂંટ ચલાવી હતી. ચીન વેકરિયા નામના વેપારીને આ હુમલામાં ઇજા પણ પહોંચી હતી. હાલમાં દિવાળીની સીઝન અને ખરીદીનો ધમધમાટ છે ત્યારે જ આ ઘટના બની હતી.

આ પણ વાંચો :  સુરત : વરાછામાં હીરાની દુકાનમાં લૂંટ, 2 શખ્સો 22.3 કેરેટનું પેકેટ ઝૂંટવી ભાગ્યા, CCTVમાં ઘટના કેદ

ધોરાજીથી સોનાના દાગીનાનું ટ્રેડિંગ કરવા (gold merchant Loot Jetpur) આવતા વ્યક્તિને લૂંટી 2 સખ્શો ફરાર થઈ ગયા છે. આ શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટ ચલાવી હતી. ચીમન વેકરીયા નામનો વ્યક્તિ ધોરાજીથી અહીં સોનાના દાગીનાનું ટ્રેડિંગ કરવા આવે છે. નિત્ય ક્રમ મુજબ આજે પણ તે સોનાના દાગીના લઈ ને અહીં સોની બજારમાં સોનાના દાગીના વેચવા આવેલો તેની પાસેના થેયલામાં 700 થી 800 ગ્રામ જેટલા સોનાના દાગીના હતા
Published by: Jay Mishra
First published: October 21, 2020, 9:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading