ગઠીયાએ કમરથી ઉંચા નીચા કરી રૂપિયા સેરવી લીધા, જાણો અમદાવાદનો રસપ્રદ કિસ્સો


Updated: August 10, 2020, 11:04 PM IST
ગઠીયાએ કમરથી ઉંચા નીચા કરી રૂપિયા સેરવી લીધા, જાણો અમદાવાદનો રસપ્રદ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

ગઠીયાએ પહેલા માફી માંગવાનું નાટક કર્યું અને રૂપિયા 50 હજાર સેરવીને પલાયન થઈ ગયો

  • Share this:
અમદાવાદ : અમદાવાદના કૃષ્ણ નગર વિસ્તારમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ગઠીયાએ પહેલા માફી માંગવાનું નાટક કર્યું અને રૂપિયા 50 હજાર સેરવીને પલાયન થઈ ગયો છે.

ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા મણીલાલ પરમાર સવારે મારુતિ આર્કેડમાં આવેલ એચડીએફસી બેંકમાંથી રૂપિયા 50 હજાર ઉપાડીને પેન્ટના ખિસ્સામાં મુકી બેંકની સામેની જગ્યાએ કેબલના ફોલ્ટનું કામ ચાલી રહ્યું હતું ત્યાં ગયા હતા. જ્યાં એક્ટીવા પર એક ગઠિયો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કાલે અહીં મારા છોકરાને કેમ માર્યો હતો. આમ આ ગઠિયો ફરિયાદીના પગ પકડી માફી માંગવા લાગ્યો હતો. જોકે ફરિયાદી તેના દીકરાને ઓળખતો ન હોવાનું કહેતાં આ ગઠીયાએ ફરિયાદીને કમરમાં ભાગે થી બે ત્રણ વખત ઊંચા નીચા કરી તમે અહી ઊભા રહો હું મારા છોકરાને લઈ ને આવું છું. તેમ કહી ને ત્યાંથી જતો રહ્યો હતો.

આ પણ વાંચો - અંબાજી મંદિર અને ગબ્બર દર્શન 24 ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે


ફરિયાદી ને શંકા જતા તેમણે તેમના ખિસ્સામાં મુકેલા પૈસા છે કે નહીં તેની તપાસ કરતા જાણ થઈ હતી કે આ ગઠિયો રૂપિયા લઈ પલાયન થઈ ગયો છે. ફરિયાદીએ તરત જ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા ગઠિયો મળી આવ્યો ન હતો. જેથી ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: August 10, 2020, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading