અમદાવાદ : લૉકડાઉનમાં તસ્કરોએ શરૂ કર્યું લૉક તોડવાનું, બટાકા બાદ તેલના ડબ્બાની ચોરી


Updated: March 26, 2020, 5:04 PM IST
અમદાવાદ : લૉકડાઉનમાં તસ્કરોએ શરૂ કર્યું લૉક તોડવાનું, બટાકા બાદ તેલના ડબ્બાની ચોરી
પ્રતિકાત્મક તસવીર

lockdown ની સ્થિતિ હોવાને કારણે ખાદ્ય-સામગ્રી બમણા ભાવ મળી રહ્યા હોવાથી તસ્કરો એમાં પણ લાભ ઉઠાવવા માટે ની તક જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

  • Share this:
અમદાવાદ : લોક ડાઉન ના કારણે સમગ્ર શહેર માં શાંતિ નો માહોલ છે ત્યારે તસ્કરો પણ આ માહોલ નો લાભ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જોકે નવાઇની વાત તો એ છે કે, તસ્કરો હવે રોકડ સોના ચાંદી કે વાહનને બદલે ખાદ્ય સામગ્રીની ચોરી કરવા લાગ્યા છે.

કોરોના વાયરસ(coronavirus)ના પગલે હાલમાં lockdown ની સ્થિતિ હોવાને કારણે ખાદ્ય-સામગ્રી બમણા ભાવ મળી રહ્યા હોવાથી તસ્કરો એમાં પણ લાભ ઉઠાવવા માટે ની તક જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં શહેરના એપીએમસી માર્કેટમાંથી બટાકાના કટાની ચોરી કરતા ઝડપાયા છે તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેલના ડબ્બાની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ થઇ છે.

આ પણ વાંચોઅમદાવાદ : પોલીસે યુવાનોને ઘરમાં જવાનું કહેતાં પોલીસ પર પથ્થરોની વર્ષા થઇ

બહેરામપુરા ત્રણ રસ્તા પાસે સીતારામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા વનરાજસિંહ ગોહિલે ફરિયાદ આપી છે કે, ૨૬મી માર્ચે વહેલી સવારે તેઓ જ્યારે દુકાન ખોલવા માટે પહોંચ્યા હતા ત્યારે જોયું તો તેમની દુકાન ના તળાવ તૂટેલા હતા.
જોકે વનરાજસિંહે દુકાનમાં તપાસ કરતા તેમાંથી વિમલ કંપનીના તેલના ડબ્બા છ નંગ અને રૂપિયા 2000 ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસ (Police) ને કરતા પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading