માનવતા મરી પરવારી?? કોરોના ગ્રસ્ત મૃતક વ્યક્તિના દાગીનાની થઈ ચોરી થતા ખળભળાટ


Updated: May 19, 2020, 6:13 PM IST
માનવતા મરી પરવારી?? કોરોના ગ્રસ્ત મૃતક વ્યક્તિના દાગીનાની થઈ ચોરી થતા ખળભળાટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ (ફાઈલ ફોટો)

સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. શાહીબાગ પોલીસે ચોરીને લઈને તપાસ શરૂ કરી.

  • Share this:
અમદાવાદ : કોરોનાના કહેર માણસ જ નહીં પણ માનવતા પણ મારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. શાહીબાગ પોલીસે ચોરીને લઈને તપાસ શરૂ કરી.

એશિયાની સૌથી મોટી ગણાતી એવી સિવિલ હોસ્પિટલ કોરોનાની મહામારીમાં અનેક વિવાદમાં સપડાઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ તેમના દાગીના ચોરી થયાની ઘટના તેમજ કોરોના દર્દીઓના રહસ્ય ગુમ થવાની સંખ્યાબધ ફરિયાદો કારણે સિવિલની છબી ખરડાઇ રહી છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં પુષ્કળ પ્રમાણમાં દર્દીઓનાં સરસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો પણ ઊઠી છે.

હવે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે જાણી ને તો માનવતા ની હત્યા થઈ હોય તેવું કહી શકાય. કારણ કે એક બાજુ કોરોનાગ્રસ્ત દર્દી અને તેનો પરિવાર આ મહામારી વચ્ચે પીડાતો હોય, અને દર્દીના મોત બાદ તેની કિંમતી વસ્તુઓની ચોરી થઈ જતા પરિવારની વેદના સમજી શકાય છે. આ વેદનાથી પીડાતા ત્રણ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

જેમાં બે ફરિયાદ તો ગઇકાલે જ દાખલ થઈ છે. એક ફરિયાદમાં મૃતક પુરુષની સોનાની વીંટી, ચેન, સહિતના દાગીના અને આશરે દશ હજાર રૂપિયા રોકડા તો બીજી ફરિયાદમાં મૃતક મહિલાની સોનાની બુટ્ટી અને વીંટીની ચોરી થઈ છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ચોરીના બનાવોમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો પોલીસ ચોપડે ત્રણ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ તેમાં પણ જો વધારો થાય તો નવાઇ નહીં. ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે, આ ઘટના પાછળ જવાબદાર કોને ગણવા. શું કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોઈ ચોર ટોળકી સક્રિય છે કે અન્ય કોઈ વ્યક્તિ જ આ ઘટનાને અંજામ આપી રહ્યું છે. હાલમાં તો શાહીબાગ પોલીસે સી સી ટી વી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ આરોપી સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચે છે તે જોવું રહ્યું.
First published: May 19, 2020, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading