અમદાવાદ: જ્વેલરી શોપમાંથી 6 લાખના દાગીના લઇ મહિલા ટોળકી ફરાર

News18 Gujarati
Updated: April 29, 2019, 8:32 AM IST
અમદાવાદ: જ્વેલરી શોપમાંથી 6 લાખના દાગીના લઇ મહિલા ટોળકી ફરાર
જ્વેલર્સમાંથી 6 લાખના દાગીના લઇ મહિલા ટોળકી ફરાર

સીસીટીવી તપાસતાં જણાવા મળ્યુ હતું કે, ગ્રાહક બનીને આવેલી મહિલા ટોળકીનું આ કરતુત છે

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદ: ગ્રાહક બનીને આવેલી ટોળકી દ્વારા નજર ચૂકવી હાથફેરો કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની ગેંગ દ્વારા આ પ્રકારની ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે, ત્યારે નરોડામાં આવી જ એક ટોળકીએ જ્વેલર્સની દુકાનમાંથી લગભગ 6 લાખ રૂપિયાના દાગીના સેરવી લીધા છે.

નરોડા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. જ્વેલર્સમાંથી લગભગ 6 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઇ છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

સીસીટીવી તપાસતાં જાણવા મળ્યું હતું કે, ગ્રાહક બનીને આવેલી મહિલા ટોળકીનું આ કરતુત છે. સાથે જ જોઇ શકાય છે કે, કેવી રીતે મહિલાએ જ્વેલર્સની નજર ચૂકવી કબાટમાં હાથ નાંખી દાગીના ચોરી લીધા હતા. આ મહિલા ટોળકી બાળક સાથે આવી હતી.

આ પણ વાંચો: જાહેરમાં થૂંકનાર સામે AMCની લાલ આંખ, 50 જેટલા લોકોને ફટકાર્યા ઈ મેમો

જ્વેલર્સે આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ટોળકી દ્વારા આવી રીતે ચોરીને અંજામ આપવાની અનેક ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે.
First published: April 29, 2019, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading