Home /News /madhya-gujarat /

અમદાવાદના સોનાના વેપારીઓ સાવધાન, એક ગેંગ પોલીસને પણ હંફાવી રહી છે, 10 દિવસમાં બીજી ચોરી

અમદાવાદના સોનાના વેપારીઓ સાવધાન, એક ગેંગ પોલીસને પણ હંફાવી રહી છે, 10 દિવસમાં બીજી ચોરી

બાકોરું પાડી જ્વેલર્સની દુકાનમાં ચોરી

Ahmedabad crime news: દુકાનમાં બાકોરું પાડીને તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં (Jewelers shop) પ્રવેશ કર્યો અને અંદાજિત પાંચ લાખની મત્તાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અગાઉ પણ આ જ મોડેસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ (thief) લાખો રૂપિયાની દુકાનવાળા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા (chandkheda) વિસ્તારમાં દસ દિવસમાં બીજી ચોરીનો બનાવ બનતા પોલીસની (police) ઉંઘ હરામ થઇ ગઇ છે. એક જ મોડસ ઓપરેન્ડી (Modus operandi) દ્વારા તસ્કરોએ પોલીસના ગાલે તસતસ્તો તમાચો મારી દીધો છે. ચાંદખેડા વિસ્તારમાં બાજુની દુકાનમાં બાકોરું પાડીને તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં (Jewelers shop) પ્રવેશ કર્યો અને અંદાજિત પાંચ લાખની મત્તાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અગાઉ પણ આ જ મોડેસ ઓપરેન્ડી દ્વારા તસ્કરોએ (thief) લાખો રૂપિયાની દુકાનવાળા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આજે બનેલી ઘટનાના પગલે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા IOC રોડ ઉપર દસ દિવસમાં ચોરીની ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે આજથી 10 દિવસ અગાઉ પણ આજ વિસ્તારમાં તસ્કરોએ એક જ્વેલર્સની દુકાન ને ટાર્ગેટ બનાવી હતી અને અંદાજિત 10 લાખથી વધુના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

જ્યારે આજે પણ ગજાનંન જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે જેમાં લગભગ રૂપિયા 5 લાખના દાગીનાની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા છે. સામાન્ય રીતે મોડી રાત્રે તસ્કરો ચોરી કરતા હોય છે અને આવા સમયે પોલીસ પણ પેટ્રોલીંગ હાથ ધરતી હોય છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટ

પરંતુ પોલીસના પેટ્રોલિંગમાં ક્યાંક કોઈ કચાસ રહી જતી હોય તેમ લાગી રહ્યું છે, જેથી કરીને વારંવાર ચાંદખેડા વિસ્તારમાં દસ દિવસમાં આ બીજી ચોરીની ઘટના સામે આવીને ઉભી રહી ગઈ છે. આજથી દસેક દિવસ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં પણ તસ્કરો ત્રાટકયા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

જેમાં પૂજાપાની દુકાનમાં પાડીને ની દુકાન તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હજી તો પહેલી ચોરીના આરોપીઓ પોલીસ પકડથી ફરાર છે ત્યાં તો ફરી એક વખત સ્ટેશનરીની દુકાનમાં બાકોરું પાડીને જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ ચોરી કરી લીધી હોવાનો બનાવ સામે આવતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

ચાંદખેડા વિસ્તારના IOC રોડ ઉપર બંને ચોરીની ઘટનાઓ પગલી પોલીસ પેટ્રોલિંગ સહિત પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે અત્યારે આજથી લગભગ દસેક દિવસ અગાઉ પણ જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરી અને આજે પણ જ્વેલર્સની દુકાન ને તસ્કરોએ ટાર્ગેટ બનાવીને પોલીસ સામે ખુલ્લી ચેલેન્જ મૂકી હોય તેવું લાગી રહ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Surat news

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन