સાવધાન! અમદાવાદમાં ચોરોનો આતંક, દિવાળીને લઇ પોલીસ ખાનગી ડ્રેસમાં કરશે સુરક્ષા

News18 Gujarati
Updated: October 15, 2019, 10:13 PM IST
સાવધાન! અમદાવાદમાં ચોરોનો આતંક, દિવાળીને લઇ પોલીસ ખાનગી ડ્રેસમાં કરશે સુરક્ષા
પ્રતિકાત્મક તસવીર

પોલીસે વેકેશનમાં જતા રહીશોને કિમતી વસ્તુઓ બેન્ક લોકરમાં મુકવાની અને પોલીસને જાણ કરવાની અપીલ કરી છે

  • Share this:
હર્મેશ સુખડીયા, અમદાવાદ: દિવાળીના તહેવારોને લઈને ચોર ટોળકી સક્રીય થાય છે. આ ચોર ટોળકીને નિષ્ફળ કરવા માટે અમદાવાદ પોલીસે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરેક વિસ્તારમાં 8થી વધુ ટીમ સક્રીય રહેશે. જે બેન્ક, એટીએમ અને શોપીંગ સેન્ટર પર નજર રાખશે. આ એકશન પ્લાનને અમલમાં લાવવા પોલીસ પણ એકશનમા આવી ગઈ છે..

દિવાળીના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પોલીસે ચોર ટોળકીને ડામવા એકશન પ્લાન તૈયાર કર્યો છે. તહેવારોમા ચેઈન સ્નેચીંગ, ચોરી અને લૂંટની ઘટનાઓ સૌથી વધુ પ્રકાશમા આવે છે. કારણ કે આ સમયે બેન્કમા નાણાની લેવડ-દેવડ અને ખરીદીનું પ્રમાણ વધારે હોવાથી આ પ્રકારની ઘટનાઓ વધી જાય છે.

પોલીસે દરેક વિસ્તારમાં 8થી વધુ ટીમો બનાવી છે. જે બેન્કો, શોપીંગ સેન્ટર અને ચેઈન સ્નેચીંગના હોટ સ્પોર્ટ પર પોલીસનું સતત પેટ્રોલીંગ અને ચેંકીગ રાખવામાં આવ્યુ છે. જેથી તહેવારમાં પોલીસની હાજરીની અનુભુતી રહે. દિવાળીના તહેવારમાં સ્થાનિક રહીશો વેકેશન માણવા સ્વજનના ઘરે કે પયર્ટન સ્થળે જતા હોય છે. જેથી ઘર બંધ હોવાથી ચોર ટોળકીને મોકળુ મેદાન મળી જાય છે, અને ઘરફોડ ચોરીનુ પ્રમાણ વધે છે.

જેથી પોલીસે વેકેશનમાં જતા રહીશોને કિમતી વસ્તુઓ બેન્ક લોકરમાં મુકવાની અને પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. સાથે બેન્કોમાં પણ પોલીસ કર્મચારી ખાનગી ડ્રેસમાં ગ્રાહકની જેમ બેસીને વોચ રાખશે, તેવું ઝોન 4 ડીસીપી નિરજ બડગુજરે જણાવ્યું છે.

દર વર્ષે દિવાળીના તહેવારમા ચોર ટોળકી ગુનાખોરીના રેકર્ડ બનાવે છે. આ વર્ષે પોલીસનો આ એકશન પ્લાન ગુનેગારને નિષ્ફળ કરશે કે પોલીસ નિષ્ફળ રહેશે તે જોવાનુ રહ્યું.
First published: October 15, 2019, 10:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading