અમદાવાદ: કારમાં કિંમતી વસ્તુઓ મૂકતા પહેલા ચેતજો, વાંચો ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદ: કારમાં કિંમતી વસ્તુઓ મૂકતા પહેલા ચેતજો, વાંચો ચેતવણીરૂપ કિસ્સો
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

ચાંદખેડા વિસ્તાર (Chandkheda area)માં ફોરેસ્ટ ઓફિસરને ગાડીમાં લેપટોપ (laptop) અને રોકડા (Cash) સાડા પાંચ લાખ રૂપિયા મૂકીને મિત્ર સાથે શૉપિંગ (Shopping) કરવા જવું ભારે પડ્યું છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગાડીના કાચ તોડીને કિંમતી વસ્તુઓ તેમજ રોકડ રકમની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. શહેરના ચાંદખેડા વિસ્તાર (Chandkheda area)માં ફોરેસ્ટ ઓફિસરને ગાડીમાં લેપટોપ (laptop) અને રોકડા (Cash) સાડા પાંચ લાખ રૂપિયા મૂકીને મિત્ર સાથે શૉપિંગ (Shopping) કરવા જવું ભારે પડ્યું છે.

મહીસાગર ખાતે ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરતા દિગ્વિજયસિંહ સોલંકી ગઈકાલે જ તેમની પત્ની અને સહકર્મચારી સાવનભાઈ સાથે ગાડી લઇને તેમના ગામ સાંતેજ ગયા હતા. ત્યાંથી બેંક ઓફ ઇન્ડિયા માંથી રૂપિયા 5 લાખ 50 હજાર ઉપડ્યા હતા. આ પૈસા લઈને તેઓ તેમના મિત્રને મળવા માટે થોળ પક્ષી અભ્યારણ ખાતે ગયા હતા અને બાદમાં તેમના પત્નીને પિયરમાં મૂકવા માટે રાણીપ પોલીસ લાઈન પર ગયા હતા. ત્યાંથી તેમના મિત્ર સાવનભાઇને ખરીદી કરવાની હોવાથી બંને ગાડી લઈને વિસત ગાંધીનગર રોડ પર આવેલ ડી-કેથલોન શૉરૂમમાં ગયા હતા.આ પણ વાંચો: પાટણ: પ્રાથમિક શાળામાં છરીની અણીએ કિશોરી પર સામુહિક દુષ્કર્મ, નરાધમોએ વીડિયો વાયરલ કર્યો

આ દરમિયાન તેમની ગાડી ડી-કેથલોન શૉરૂમના આગળના ભાગે કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. જેમાં એક લેપટોપ, રૂપિયા 5 લાખ 50 હજાર રોકડા અને ચેકબુક હતી. ખરીદી કરીને પરત આવીને જોતા તેમની ગાડીનો કાચ તૂટેલા હતો અને ગાડીમાંથી રોકડા, લેપટોપ અને ચેકબૂક ગાયબ હતા. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

રજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટના

ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે કે, રાજ્યમાં દરરોજસરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટના બને છે. આ ઉપરાંત આ રાજ્યમાં દરરોજ અપહરણની સાતથી વધારે ઘટના બને છે. રાજ્યમાં દરરોજ આત્મહત્યાના 20 બનાવ બને છે.

આ પણ વાંચો: રાત્રે બંધ સિનેમા હૉલમાં ઘૂસ્યા યુવક-યુવતી, ખાવાનું ચોર્યું, શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યાં જ ઊંઘી ગયા!

આ પણ વાંચો: વલસાડ: ટ્રક ચાલકની બેદરકારીથી ક્લિનરનું કમકમાટીભર્યું મોત, બનાવનો વીડિયો વાયરલ

ગુનાખોરીના બનાવો:

>> રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટના.
>> રોજની 3 ખૂનની અને 30 ચોરીની ઘટના.
>> રોજની 4 કરતા વધુ બળાત્કારની ઘટના.
>> રોજ 7 અપહરણ, 20 આત્મહત્યાની ઘટનાઓ બની.
>> રોજ 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટના બની.
>> રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં લૂંટની 1,520 ઘટના બની.
>> હત્યાની 1,944, ધાડની 370 અને ચોરીની 21,995 ઘટના બની.
>> છેલ્લા બે વર્ષમાં બળાત્કારની 3095, અપહરણની 4829 ઘટના બની.
>> આત્મહત્યાના 14410, ઘરફોડના 6,190, રાયોટિંગના 2,589 બનાવો બન્યા.
>> આકસ્મિક મૃત્યુના 27,148, અપમૃત્યુના 41,493 બનાવો નોંધાયા.
>> રાજ્યમાં હત્યાના પ્રયાસની 18,523 ઘટના નોંધાઇ.
Published by:Vinod Zankhaliya
First published:March 23, 2021, 10:20 am

ટૉપ ન્યૂઝ