અમદાવાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણાના ઘરે ચોરી

અમદાવાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણાના ઘરે ચોરી
અમદાવાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણાના ઘરે ચોરી

અમદાવાદમાં તસ્કરો હવે બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં તસ્કરો હવે બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રાણીપ સહિત અલગ અલગ વિસ્તારમાં ચોરીના 2 બનાવો સામે આવ્યા હતા અને જેમાં આશરે 20 લાખ ના મુદ્દામાલની ચોરી થઈ હતી. ત્યારે સોલામાં મંગળવારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે અને જેમાં પૂર્વ મંત્રી યોગેન્દ્ર મકવાણાના ઘરે ચોરીની ઘટના સામે આવી છે.

યોગેન્દ્ર મકવાણા સોલા વિસ્તારમાં આવેલા સંગરીલા-1 માં રહેતા હતા અને 15 દિવસ પહેલા પાલડીના મકાનમાં રહેવા ગયા હતા. યોગેન્દ્ર ભાઈના પુત્ર અમેરિકામાં રહે છે. જે જગ્યાએ ચોરી થઈ છે ત્યાં હાલમાં સિક્યુરિટી ગાર્ડ અને પટ્ટાવાળા હતા. શનિવારે પટ્ટાવાળા રૂમ સફાઈ કરીને ગયા હતા અને મંગળવારે તે પરત સફાઈ માટે ગયા ત્યાં રૂમમાં ચોરી થઈ હોવાની વાત સામે આવી હતી.આ પણ વાંચો - ગાંધીનગર : નિવૃત મુખ્ય સચિવને ભાજપના સાંસદની કંપની પાસેથી 10 કરોડની લાંચ લેવી ભારે પડી

સોલાના અધિકારીઓનું કહેવું છે કે બાથરૂમમાં આવેલ બારી તોડીને ચોર અંદર આવ્યા હતા અને ચોરી કરી છે. હાલ આ મામલે ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા મુદ્દામાલ ગયો છે તેની તપાસ ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા થોડા કલાકોમાં શહેરમાં મોટી મોટી ચાર ચોરીની ઘટનાઓ સામે આવી છે અને તસ્કરો હવે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:September 08, 2020, 21:15 pm

ટૉપ ન્યૂઝ